લોકભાષા-ભુજ :
અબડાસા તાલુકાના પિયોણી વાડી વિસ્તારમાં ખેતરના સેઢા પાસે રાખેલ ટ્રેકટરની ટ્રોલીમાંથી કપાસ ૧૪ મણની ચોરીના બનાવમાં પોલીસે ત્રણ ઈસમોની ધરપકડ કરીને વધુ પુછપરછ હાથ ધરી છે. એલસીબીની ટીમે કપાસ, મોબાઈલ વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો
જાણવા મળતી વિગતો મુજબ એલ.સી.બી.ની ટીમને મળેલી બાતમીના આધારે કાર્યવાહી કરતા આરોપીઓ નખશાલાના રવજી સુમાર કોલી, રામપર રોહાના મામદ હાસમ જુકોજા અને લાલજી રામજી ગોરડીયાના કબજામાંથી કપાસ ૫૫૦ કિ ગ્રા. કિ રૂા. ૩૮, ૫૦૦નો મળી આવ્યો હતો તેમજ છોટા હાથી ટેમ્પો, મોબાઈલ સહિતનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉલ્લેખનીય એ છે કે, ગતતા. ૨-૧૨થી ૧૮-૧૨ના સમયગાળા દરમિયાન ચોરી કરી જતા આ બનાવમાં જયંતિલાલ મનજી દિવાણી (રહે. રામપરરોહા)એ ચોરીની ફરીયાદ નલિયા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. જેનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે. ઝડપાયેલા ઈસમોની પૂછપરછ હાથ ધરવામા આવી છે. વધુ ગુનાઓનો ભેદ ઉકેલાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


