લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ ઘરફોડ ચોરીમા સંડોવાયેલા બે આરોપીઓને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા
આ અંગે મળતી વિગતો મુજબ પૂર્વ કચ્છ એલ.સી.બીની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે ચોરીના ગુનામાં સંડોવાયેલા બે આરોપી મેઘપર બોરીચીમાં આવેલ ઓધવ રેસીડેન્સી-૨ ની પાછળના ભાગે આવેલ અંજાર-આદિપુર નર્મદા કેનાલ ઉપર બેઠેલ છે. તેવી બાતમી મળી હતી જેના આધારે સ્થળ ઉપર પહોંચી તપાસ કરતાં ત્યા બેઠેલા બે શખ્સો ભીમબહાદુર માનબાહદુર શાહી અને હીમાલ મનબહાદુર શાહીને પુછપરછ કરતા અંજારના મેઘપર બોરીચીના રહેણાંક મકાનમાં થયેલી ચોરીમાં સંડોવાયેલા હોવાની કબુલાત કરી હતી બને આરોપીને ઝડપી લીધા હતા.
પૂર્વ કચ્છ એલસીબીએ ચોરીના ગુનામાં સંડોવાયેલા આરોપી ભીમબહાદુર માનબાહદુર શાહી ઉ.વ. ૪૦ રહે. ભુપેલ ગામ પુણે મહારાષ્ટ્ર મુળ રહે. રાંડુ ગામ વિનાયક નગરપાલીકા અચ્છામ નેપાળ અને હીમાલ મનબહાદુર શાહી ઉ.વ. ૨૯ મુળ રહે. રાંકુ ગામ વિનાયક નગરપાલીકા અચ્છામ નેપાળને ઝડપી પાડી વધુ કાર્યવાહી માટે અંજાર પોલીસને સોંપ્યા હતા આ બને આરોપી વિરુદ્ધ અન્ય પોલીસ મથકે પણ ગુનાઓ નોંધાયેલા છે.


