લોકભાષા-ગાંધીધામ :
અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી લોખંડના સળીયાના જથ્થા સાથે બે આરોપીઓને પૂર્વ કચ્છ લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા.
પૂર્વ કચ્છ એલ.સી.બી ટીમ અંજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી બાતમી હકીકત મળેલ કે હરી ગઢવી તથા મેહુલ ગઢવી રહે. અંજાર વાળાઓ હાઇવે રોડ ઉપરથી લોખંડના સળીયા ભરી પસાર થતા ટ્રેલરોના ચાલકોને રૂપિયાની લાલચ આપી ટ્રેલરોમાંથી સળીયાની ચોરી કરી કરાવે છે અને ચોરી કરેલ લોખંડના સળીયાનો મુદ્દામાલ વર્ષામેડી રોડ પર આવેલ આર.કે. આઈ માતા હોટલના સામેના ભાગે આવેલ ગેરેજોના પાછળની ખુલ્લી જગ્યામાં રાખેલ છે. અને ચોરી કરેલ લોખંડના સળીયા તેઓ સગેવગે કરવાની તૈયારી છે.
બાતમીના આધારે બાતમી વાળી જગ્યાએ જઈ પૂર્વ કચ્છ એલસીબીએ તપાસ કરતા ગેરેજની બાજુમાં ખુલ્લી જગ્યામાં અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા તેમજ આરોપીઓ હરી ગઢવી અને મેહુલ ગઢવી હાજર મળી આવતા આ લોખંડના સળીયા બાબતે પુછપરછ કરતા કોઈ આધાર પુરાવા ન હોય આ જથ્થો ચોરી કે છળકપટથી મેળવી સંગ્રહ કરેલ હોવાનું જણાઈ આવતા આરોપીઓને પકડી પાડી અંજાર પોલીસ સ્ટેશનમાં ફરીયાદ નોંધાવી હતી
આ ગુનામા આરોપીઓ હરીભાઈ સામરાભાઈ ગઢવી ઉ.વ. ૨૧ રહે. પ્લોટ નં. ૫૬, રાજાકાપડીદાદાનગર, દબડા, તા.અંજાર મુળ રહે. વવાર તા.મુન્દ્રા અને મેહુલભાઈ ૨વિદાનભાઈ ગઢવી ઉ.વ. ૨૬ ૨હે. ઓફીસ નં. ૨૪,જલારામ જયોત કોમ્પલેક્ષ, એ.પી.એમ.સી. પાસે અંજાર મુળ રહે. રજુણાધામ સોસાયટી,લાઠી બાયપાસ રોડ, અમરેલી જી.અમરેલીના કબ્જામાંથી અલગ અલગ કંપનીના અલગ અલગ સાઈઝના લોખંડના સળીયા વજન – ૧૦૧૩૦ કિલો ગ્રામ કિંમત રૂપિયા ૫,૦૬,૫૦૦ સાથે ઝડપી લીધા હતા. આ કામગીરી લોકલ કાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેક્ટર એન.એન.ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.વી.જાડેજા તથા એલ.સી.બી.સ્ટાફ જોડાયો હતો.

