લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ બાતમીના આધારે રેઈડ કરી ભૂગર્ભ ટાંકા છુપાવેલા ઇંગલિશ દારૂના જથ્થા સાથે ચાર આરોપીઓને ઝડપી લીધા હતા.
આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ એલ.સી.બી. ની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બુટલેગ૨ નિલેશ ઉર્ફે ટીંકુ સોલંકીએ રહેણાંક મકાનમાં અંડર ગ્રાઉન્ડ ટાંકામાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી તેની હેરફેર કરવાની તૈયારી કરી રહ્યો હોવાની બાતમી મળતાં રેઈડ કરી હતી જેમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂની અલગ-અલગ બ્રાંડની બોટલો નંગ-૩૬૭૨ સાથે આરોપીઓ નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી), દિપકભાઈ કાંતીલાલ ઠક્કર, મંગલ વિક્રમસિંગ નાયક, ૨મેશકુમાર નરનારામ ચૌધરી (જાટ)ને જુદી જુદી બ્રાન્ડના વિદેશી દારૂનો જથ્થો કુલ કિંમત રૂપિયા ૭૩૬૮૦૦ સાથે ઝડપી લીધા હતા જયારે આરોપી અંકિત ચૌધરીનુ નામ ખુલતા પાંચેય આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
પૂર્વ કચ્છ એલ.સી.બી દ્વારા કરેલી કાર્યવાહીમાં આરોપી નિલેશ ઉર્ફે ટીંકુ ભગવાનજી સોલંકી (માલી) ઉ.વ. ૩૫ ૨હે. પ્લોટ નં. ૧૦૮,પુરૂષોતમનગર,મેઘપર (બો) તા.અંજાર, દિપકભાઈ કાંતીલાલ ઠક્કર ઉ.વ. ૪૮ ૨હે. પ્લોટ નં. ૧૪૫/એ,વિજયનગર, સવાસર નાકા અંજાર, મંગલ વિક્રમસિંગ નાયક ઉ.વ. ૩૨ મુળ રહે. ગામ સુંદરપુર પોસ્ટ-નૌગવા,તા. વિદહુલા જી.ઓરૈયા (યુ.પી) હાલ રહે. પ્લોટ નં. ૬૧પ, અંબીકાનગર-૨, વર્ષામેડી સીમ તા.અંજાર અને ૨મેશકુમાર નરનારામ ચૌધરી (જાટ) ઉ.વ. ૨૦ રહે. નવાપુરા,થાના- બાકાસર, તા.ફાગલીયા જી.બાડમેર રાજસ્થાનને ઝડપી લીધા હતા જયારે દારૂ મોકલનાર અંકિત ચૌધરી રહે. સાંચોર રાજસ્થાનનુ નામ બહાર આવતા તેના વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.


