લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એલ.સી.બીએ પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલા આરોપી વિરુદ્ધ પાસાની દરખાસ્ત મંજૂર થતા ઝડપી પાડી જેલ હવાલે કર્યો હતો.
પૂર્વ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસ ઇન્સપેકટર એન.એન.ચુડાસમા દ્વારા પ્રોહીબીશન બુટલેગ૨ શિવરાજસિંહ મદનસિંહ શેખાવત વિરુધ્ધ જીલ્લામાં અલગ અલગ પોલીસ સ્ટેશનોમાં પ્રોહીબીશનનાં મોટા જથ્થાના ગુનાઓ દાખલ થયેલ હોય જે અન્વયે પાસા દરખાસ્ત તૈયાર કરવામાં આવેલ અને કલેકટર કચ્છ ભુજ તરફથી પાસા દરખાસ્ત મંજુર રાખી પાસા વોરંટ ઈશ્યુ કરતા એલ.સી.બી.ની ટીમ દ્વારા બુટલેગર શિવરાજસિંહ મદનસિંહ શેખાવતને પાસા તળે અટકાયતમા લઇ મધ્યસ્થ જેલ સાબરમતી, અમદાવાદ જેલ ખાતે જેલ હવાલે મોકલી આપવામા આવેલ છે.
આરોપી શિવરાજસિંહ મદનસિંહ શેખાવત ઉ.વ.૪૩ ૨હે.બાગ્રેશ્રી પામ્સ સોસાયટી, ગળપાદર તા. ગાંધીધામ-કચ્છ વિરુધ્ધ સામખ્યારી પોલીસ મથકે બે, ગાંધીધામ બી ડીવીઝન પોલીસ મથકે બે અને ગાંધીધામ એ ડીવીઝન તથા અંજાર પોલીસ સ્ટેશનમા એક એક ગુના નોંધાયેલા છે