લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એસઓજીએ બાતમીના આધારે લાકડીયા નજીકથી ૧.૪૭ કરોડના કોકેઈનના જથ્થા સાથે બે મહિલા સહિત ચારને ઝડપી પાડ્યા હતા.
આ અંગે પોલીસ દ્વારા આપવામાં આવેલી માહિતી પ્રમાણે પૂર્વ કચ્છ એસ.ઓ.જી.ની ટીમ લાકડીયા વિસ્તારમા પેટ્રોલીંગ હતી તે દરમ્યાન મળેલી બાતમીના આધારે મઢી ત્રણ રસ્તા પાસે એચઆર 26 ડીપી 9824 નંબરની ઈકો સ્પોટ કાર પસાર થતા તેને અટકાવી તપાસ કરવામાં આવી હતી જેમાથી કોકેઈનનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
પૂર્વ કચ્છ એસઓજીએ કારમા બેઠેલા આરોપીઓ હનિસિંગ બિન્દરસિંહગ શીખ, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ, જશપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ, અર્શદીપકોર સંદીપસિંગ શીખ ચરનાસિંગને કોકેઈનના જથ્થા સાથે ઝડપી લીધા હતા.
આરોપીઓ હનિસિંગ બિન્દરસિંહગ શીખ ઉવ ૨૭ રહે લહેરાદુર ડોટ તા.રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ, સંદીપસિંગ પપ્પુસિંગ શીખ ઉવ ૨૫ રહે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબ, જશપાલકોર ઉર્ફે સુમન ગુલવંતસિંગ ઉર્ફે શનિભાઈ શીખ ઉવ ૨૯ ૨હે ગામ પટીડાલા પીન્ડે મહેરાજ તા.રામપુરા ફુલે જી. ભટીન્ડા પંજાબ અને અર્શદીપકોર સંદીપસિંગ શીખ ચરનાસિંગ ઉવ ૨૧ રહે વોર્ડ નંબર ૪ રામપુરા ફુલ જી.ભટીન્ડા પંજાબના કબ્જામાંથી કોકેઈન નેટ વજન ૧૪૭.૬૭ કિમત રૂપિયા ૧,૪૭,૬૭૦૦૦ મોબાઈલ ફોન નંગ-૦૬ કિંમત રૂપિયા ૮૦,૦૦૦ ઈકો સ્પોટ કાર – ૦૧ કિંમત રૂપિયા ૫,૦૦,૦૦૦ મળી કુલ કિંમત રૂપિયા ૧,૫૩,૪૭૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
આ ગુનામાં આરોપી ગુલવંતસિંગ ઉર્ફે શનિસિંગ હજુરાસિંગ શીખની સંડોવણી બહાર આવતા તમામ વિરૂદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.