લોકભાષા-ગાંધીધામ :
પૂર્વ કચ્છ એસઓજીએ ગેરકાયદેસ૨ માદક પદાર્થ ગાંજાના જથ્થો ઝડપી પાડયો હતો. મુદ્દામાલ કબ્જે કરી ફરાર આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથ ધરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. તથા અંજાર પોલીસ સ્ટાફને ખાનગી બાતમી હકીકત મળેક કે, અંજાર વિસ્તારમાં આવેલ આંબેડકરનગર તળાવની બાજુમાં સિનુગ્રા તા. અંજાર ખાતે મહમદહાજી મહમદહુસેન સૈયદ પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં ગેરકાયદે માદક પદાર્થ ગાંજાના છોડનુ વાવેતર કર્યુ છે. જેથી બાતમીના આધારે રેઇડ કરી હતી.
રેડ દ૨મ્યાન તપાસ કરતા આરોપીના કબ્જા ભોગવટાના મકાનના ફળીયામાંથી માદક પદાર્થ ગાંજાના નાના મોટા છોડ નંગ-૩૮ તથા એક કાળા કલ૨ના પ્લાસ્ટીકના ઝબલામાંથી સુકા જેવા ડાળખા, પાંદડા તથા બી ૫૫૧ ગ્રામ જેટલો મુદ્દામાલ મજકુરે ગે.કા રીતે રાખી હાજર ન મળી આવતા આરોપી મહમદહાજી મહમદહુસેન સૈયદ રહે.દેવડીયાનાકા જાગરીયા ફળીયુ અંજાર વિરૂધ્ધ એન.ડી.પી.એસ. એક્ટ-૧૯૮૫ હેઠળ ગુન્હો દાખલ કરાવી આગળની કાર્યવાહી અર્થે અંજાર પોલીસ સ્ટેશનને સોંપવામા આવેલ છે.
રેડ દરમિયાન પોલીસે ગાંજાના લીલા છોડ તથા સુકો નંગ-૩૮ વજન ૧૫.૭૦૦ કિંમત રૂપિયા ૧,૫૭,૦૦૦, માદક પદાર્થ ગાંજો વજન ૫૫૧ ગ્રામ કિમત રૂપિયા ૫,૧૧૦ સહિતનો કુલ કિંમત રૂપિયા ૧,૬૩,૫૧૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

