લોકભાષા-ભુજ :
ભુજ બી ડિવિઝન પોલીસ મથકના સગીરાના અપહરણ, દુષ્કર્મ, પોક્સોના કેસમાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને પશ્ચિમ પેરોલ ફર્લો સ્કવોડની ટીમે બાતમીના આધારે અમદાવાદથી પકડી પાડ્યો હતો.
સાબરકાંઠાના ઇડર તાલુકાના ગોલવાડા ગામના આરોપી વિશાલ મહેન્દ્રકુમાર ઠાકોર (કોલી) વિરૂધ્ધ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે ગત 2020માં સગીરાના અપહરણ, દુષ્કર્મ, પોક્સોનો ગુનો દાખલ હોઇ આરોપી છેલ્લા પાંચ વર્ષી પોલીસ ધરપકડથી બચવા નાસતો ફરતો હતો. પશ્ચિમ કચ્છ પેરોલ ફર્લો સ્કવોડની ટીમને બાતમી મળી હતી કે, હાલ આરોપી અમદાવાદ શહેરના સોલા ગામે હાજર છે. જેથી પોલીસ ટીમે આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.