લોકભાષા-ભુજ :
મોરબી જિલ્લાના માળીયા-મીયાણા ગામના યુવકને મોરબી જેલથી ભુજ પાલારા ખાસ જેલમાં ટ્રાન્સફર કરાયા બાદ કેદીએ પાલારા જેલમાં ફાંસો ખાઇ આપઘાત કરી લેતાં પોલીસ પ્રસાશનમાં દોડધામ મચી જવા પામી છે.
જેલ અધિક્ષક ડી.એમ.ગોહિલએ આ અંગે જણાવ્યું હતું કે, ગત જુન માસ દરમિયાન ટંકારા પોલીસ મથકના 6 જુનાના પોક્સોના કેસમાં માળીયા-મીયાણા તાલુકાના વીર બીદરકા ગામના મોહિત ભરતભાઇ સુરેલા (ઉ.વ.22) નામના યુવકને પકડી પાડ્યા બાદ મોરબી સ્પેશીયલ પોક્સો કોર્ટેના હુકમથી 4 ઓગસ્ટના મોરબીની જેલમાં ધકેલી દીધો હતો. મોરબીની જેલ નાની હોવાથી 6 ઓગસ્ટના મોરબી જેલથી આરોપીને ભુજ પાલરા જેલમાં દાખલ કરાયો હતો. દરમિયાન સોમવારે સવારે પોણા બાર વાગ્યાથી ત્રણ વાગ્યા દરમિયાન બેરેકની બહાર બાથરૂમ સંડાશની પાછળ દિવાલની ગ્રીલ પર ગમછા વળે બંદીવાન મોહિતે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. જેને હોસ્પિટલમાં લઇ જવાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. ભુજ બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ ઇન્સ્પેકટર વી.બી.પટેલે આગળની તપાસ શરૂ કરી હતી. હતભાગી મોહિત ડ્રાઇવીંગનું કામ કરતો હતો, તેમના માતા અવશાન પામ્યા છે. તેમના પિતા લકવાની બીમારી છે. એક ભાઇ છે. જે ઘરનું ભરણપોષણ કરી શકે તે ન હોવાથી કેદી મોહિતને તેના પિતા, ભાઇની ચિંતા સતાવતી હતી. અને પોક્સોના ગુનામાં તે નહીં છુટી શકશે નહીં તેવા ભયમાં ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હોવાનું પ્રાથમિક તારણ સામે આવ્યું હોવાનું જાણવા મળે છે.
પોક્સોના ગુનામાં પકડાયેલા મોરબીના કેદીએ પાલારા જેલમાં ગળેફાસો ખાધો
યુવકને મોરબીથી ભુજ જેલમાં ટ્રાન્સફર કરાયો હતો
Related Posts
Add A Comment