લોકભાષા-ભુજ :
કચ્છમાં ડગલન પગલ વધતા જતા દબાણો દૂર કરવા તંત્રએ કવાયત હાથ ધરી છે ત્યારે મુન્દ્રા તાલુકાના પ્રાગપર ખાતે સરકારી જમીન પર થયેલ હોટલનુ દબાણ તંત્ર દ્વારા દૂર કરીને જમીન ખુલ્લી કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગતો મુજબપ્રગપર-૧ ખાતસરકારી જમીન પર હોટલબનાવવામાં આવી હતી જેની ફરીયાદના અંત આજપાલીસ બંદોબસ્ત વચ્ચે મામલતદારમુન્દ્રાદ્વારા મહસુલ કાયદાની કલમ ૬૧ તળે કેસ ચલાવી દબાણ દૂર કરવામાં આવ્યુંહતું. ૧૧૧૩ચો.મી. જમીન જેની કિંમત ૧૨,૫૩,૨૩૮ થાયછે. ઉલ્લેખનીય અછે કે, મુન્દ્રા તાલુકા વિસ્તારમાં મોટાભાગના સ્થળોએ દબાણા જાવા મળે છે. એટલુંજ નહિંશહેરી વિસ્તારમાં પણ જ્યાં જુઓ ત્યાં દબાણ જોવા મળે છે ત્યારેઆ દબાણાને દુર કરવા માટે તંત્ર યુદ્ધના ધારણ કાર્યવાહી હાથ ધર તેવી માંગ સ્થાનિકો દ્વારા ઉઠવા પામી છે. મોટાભાગના દબાણા રાજકીયવગ ધરાવતા લોકોના હોવાનું કહેવામાં આવી રહ્યું છે ત્યારે તંત્ર તટસ્થ રીતે દબાણો દૂર કરે તેવી માંગ ઉઠી છે .

