લોકભાષા-ભુજ :
મુન્દ્રા તાલુકાનાં પ્રાગપર ધોરીમાર્ગે એક ટ્રક પલટી જતા તેમાં પણ આગ લાગવાની ઘટના સર્જાઈ હતી.
ઈંધણ ગેસના ખાલી બાટલા ભરેલી ટ્રક ગાંધીધામ તરફ જતી વેળાએ બેકાબુ બની પલટી ગઈ હતી અને તેમાં આગ લાગી ઉઠી હતી. આગને ખાનગી કંપનીના ફાયર ફાયટરોએ કાબુમાં લીધી હતી. ઘટનામાં ટ્રક ચાલકને ઈજા પહોંચતા સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયો છે.
આ અંગે તપાસનીશ પ્રાગપર હેડ કોન્ટેબલ પુનશી ગઢવી સાથે વાત કરતા તેમણે કહ્યું હતું કે, આજે ગુરુવારે બપોરે ખાલી ગેસના બાટલા ભરેલી ટ્રક પ્રાગપર પુલિયા પાસે બેકાબુ બની જતા પલટી મારી ગઈ હતી. અકસ્માતના પગલે ટ્રકમાં આગ ફાટી નીકળી હતી. આગને અદાણી અને જીંદાલ કંપનીના અગ્નિશમન દળ દ્વારા પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. હાલ તકેદારીના ભાગરૂપે લોકોને ટ્રકથી દૂર રાખવામાં આવ્યાં છે.
અકસ્માતમાં ઈજા પામેલા ટ્રક ચાલકને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હોવાથી વધુ વિગતો મળી નથી. આગળની પ્રાથમિક તપાસ હાથ ધરવામાં આવી છે.

