લોકભાષા-ભુજ :
પ્રાથમિક વિભાગમાં મહાભરતી પૂર્વે, દ્વિસ્તરીય પરીક્ષા લઈને, નવા ઉમેદવારોને તક આપવા માંગ કરવામાં આવી છે
રાષ્ટ્રીય શિક્ષણનીતિમાં સુચવાયેલ વિગતો મુજબ પ્રાથમિક વિભાગ માં પણ દ્વિસ્તરીય પરીક્ષા લેવા માટે તાલીમાર્થીઓ દ્વારા, શિક્ષણ વિભાગ પાસે માંગ કરવામાં આવી છે.
ગત વર્ષે, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં પ્રથમ વખત દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પ્રથમ પ્રીલીમિનરી પરીક્ષા અને ત્યાર બાદ તે પરીક્ષામાં મેળવેલ ગુણના કટ ઓફ ન ધ્યાનમાં લઈને, મુખ્ય પરીક્ષામાં મેળવેલ ગુણ ના આધારે ભરતી કરવામાં આવી રહી છે. ત્યારે, પ્રાથમિક વિભાગમાં હજુ પણ જૂની પદ્ધતિ મુજબ, ટેટ ની પરીક્ષા લેવામાં આવે છે. ત્યાર બાદ એકેડેમિક મેરીટને ધ્યાનમાં લઈને ભરતી કરવામાં આવે છે.
નોંધનીય છે કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં સૂચવાયેલ વિવિધ સૂચનો મુજબ, પ્રતિભાશાળી શિક્ષકો મેળવવા માટે દ્વિસ્તરીય પરીક્ષાનું આયોજન કરીને શિક્ષકોની ભરતી કરવા માટે સૂચવવામાં આવેલ છે.
પ્રાથમિક વિભાગમાં જૂની પદ્ધતિ મુજબ જ પરીક્ષા લેવામાં આવે છે. જેથી, પ્રાથમિક વિભાગમાં પણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગની જેમ જ દ્વીસ્તરીય પરીક્ષા લેવામાં આવે જેથી રાજ્યના વિદ્યાર્થીઓને રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબ પ્રતિભાશાળી શિક્ષક મળી શકે. તેમજ પી.ટી.સી. અને બી.એડ. કરેલ નવા હજારો તાલીમાર્થીઓ ને દ્વિસ્તરીય પરીક્ષા આપવાનો મોકો મળી શકે તેવું અબડા અનિલાબેન, આહીર ખુશીબેન, વ્યાસ કાજલબેન તેમજ રાયમા અનીસાબેને જણાવ્યું છે.

