લોકભાષા-ભુજ :
ભુજ તાલુકા વિસ્તારમાં રેતી ચોરો સામે કાર્યવાહી કરવામાં આવી છે. એક ટ્રક સહીત બે વાહનો કબ્જે કરાયા છે.
મદદનીશ નિયામક (ફ્લાઈંગ સ્ક્વોર્ડ)ની તપાસટીમ દ્વારા ભુજ તાલુકાના ધ્રોબાણા ગામે ખાનગી વાહનમાં આકસ્મીક તપાસ હાથ ધરવામાં આવેલ. તપાસ દરમ્યાન પ્રાથમીક દ્રષ્ટીએ પરમીટ વિસ્તાર બહાર સાદીરેતી ખનિજનું ખનન થતુ હોવાનું તપાસટીમને જણાઇ આવતા સાદીરેતી ખનિજનું ખનન/ વહન કરતા એક એક્સકેવેટર મશીન તથા એક ટ્રક ને સીઝ કરવામાં આવેલ છે. તથા તપાસટીમ દ્વારા જોવા મળેલ સાદીરેતી ખનિજના ખોદકામ વાળા વિસ્તારની માપણી કરવામાં આવેલ છે. જે મુજબ નિયમો મુજબની કાર્યવાહી હવે પછી હાથ ધરવામાં આવશે.