બજેટ અંગે પ્રતિક્રિયા આપતા અમુલ ફેડરેશનના વા. ચેરમેન વલમજીભાઈ આર. હુંબલ એ જણાવ્યુ હતું કે આ વર્ષે કૃષિ અને સંલગ્ન ક્ષેત્રો માટે રૂ. ૧.૫૨ લાખ કરોડની જોગવાઈ કરી છે. જેના લીધે કૃષિ ક્ષેત્રને વેગ મળશે.
નાણા મંત્રી શ્રીમતી નિર્મલા સીતારમણે આત્મનિર્ભર ભારતની પ્રાથમિકતાના ભાગ રૂપે સહકારી ક્ષેત્રેના માધ્યમથી સર્વાંગી વિકાસ હેતુ નેશનલ કો-ઓપરેટીવ પોલિસી અમલી થશે જેના કારણે સર્વ વ્યાપી વિકાસ શક્ય બનશે.
આ રીતે “ગ્રામીણ અર્થવ્યવસ્થાના વિકાસને ઝડપી ટ્રેક કરવા અને મોટા પાયે રોજગારીની તકો ઉત્પન્ન કરવાનો” પ્રયાસ કરશે.
આ ઉપરાંત ૧ કરોડ ખેડૂતોને કુદરતી ખેતી માટે તાલીમ આપવા જે બજેટ ફાળવવામાં આવ્યું છે જેના કારણે ભવિષ્યમાં પ્રાકૃતિક ખેતીને પણ વેગ મળશે જેથી નેશનલ કો.ઓપ.ઓર્ગેનિક લી થકી ખેડૂતોની પેદાશોને વિદેશમાં નિકાસ શક્ય બનશે.
એફપીઓ સહકારી સંસ્થાઑ તથા નવા સ્ટાર્ટઅપ ને શાકભાજી ના કલેક્શન સ્ટોરેજ અને માર્કેટિંગ માટે બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે જેથી શાકભાજીના ઉત્પાદન અને સપ્લાય ચેન સુધરશે.
ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રકચર માં રાજ્ય સરકારની ભાગીદારી થકી ખેડૂતો ને ડિજિટલ ફ્રેમવર્કના માધ્યમથી ખેતી વિષયક માહિતી જેમાં હવામાન વિષે અનુમાન, પાક વિષે સલાહકાર સેવા, અને પાકના ભાવો વિષે તથા વિવિધ માહિતી એક જ પ્લેટફોર્મથી ઉપલબ્ધ થશે. આ ઉપરાંત દેશના ૪૦૦ જિલ્લાઑમાં ખરીફ માટે ડિજિટલ ક્રોપ સર્વે કરવામાં આવશે
અંતે ઉલ્લેખનીય છે કે વલમજીભાઈના મતે આ બજેટ કૃષિ, પશુપાલન અને ડેરી તથા ગ્રામ્ય લેવલે વિકાસને વેગ આપવા સહકાર વિભાગને કેન્દ્રમાં રાખી અને બજેટ તૈયાર કરવામાં આવ્યું છે જેથી વર્ષ ૨૦૨૪-૨૫ નો બજેટ સહકારથી સમૃદ્ધિ ની ટેગ લાઇન પ્રમાણે “સહકાર” બજેટ તરીકે ગણી શકાય.