લોકભાષા-ભુજ :
દેવભૂમિ દ્વારકાના સલાયાના ખલાસીઓ સાથે ફાયબર બોટ શુક્રવારે મુંદારા દરિયાઇ વિસ્તારમાં માચ્છમારી કરવા નીકળી હતી. ત્યારે વેસ્ટ પોર્ટ એસપીએમની બાજુમાં બોટમાં પાણી ભરાતાં બોટ ગરકાવ થઇ રહી હતી. પેટ્રોલીંગ કરી રહેલા મુંદરા મરિન પોલીસ સ્ટાફને જાણ થતાં તાત્કાલિક કાર્યવાહી કરીને પાંચ ખલાસીઓ રેક્યુઝ કરીને બચાવી લેવાયા હતા. જ્યારે બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી.
મુંદરા મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડાએ જણાવ્યું હતું કે, શુક્રવારે રાત્રે બોટ નંબર -IND-GJ-37-MM-4050 નૂર શકુર બોટના મલિક સુલતાનભાઇ અગરીયાએ ફોન પર જાણ કરી હતી. કે, તેમની બોટ નૂર શકુરમાં કોઇ ખામી થઇ છે. અને તેમાં પાંચ ખલાસીઓ છે. બોટ ડૂબવાની તૈયારીમાં છે. જેથી મરિન પોલીસ મથક ઇન્સ્પેકટરે અદાણી (મરિન કન્ટ્રોલ)રૂમને જાણ કરી હતી. ત્યાર બાદ મરિન પોલીસ ઇન્સ્પેકટર તાત્કાલિક તેમના પોલીસ સ્ટાફ સાથે મધ દરિયામાં ઘટના સ્થળ પર પહોંચીને એસપીએમ પાસે દરિયામાં ડૂબી રહેલી બોટમાંથી દેવભૂમિ દ્વારકાના સલાયાના ભાયા સિદીક મુસા, સંઘાર મહેબુબભાઇ દાઉદભાઇ, અગરીયા વાલીમામદ હુશૈન, ચાબા અજીજ કાસમ, ભોકલ અકબરભાઇ ઇલીયાસ નામના પાંચ સ્કુમેમ્બર્સને રેશ્કયુ કરીને પોલીસ સ્પીડ બોટમાં લઇને બચાવી લીધા હતા. ત્યાર બાદ થોળી ક્ષણોમાં નૂર શકુર બોટ પાણીમાં ગરકાવ થઇ ગઇ હતી. બોટ ફાયબરની હતી અને બોટમાં શું ખામી થઇ હતી. તે બાબતે ખાલાસીઓ અજાણ હોવાનું પોલીને જણાવ્યું હતું. આ કામગીરીમાં મરિન પોલીસ મથકના ઇન્સ્પેકટર પી.કે.રાડા, સુરેશભાઇ યાદવ, ભાવિકસિંહ જાડેજા, રમેશભાઇ રબારી, તેમજ બોટના સ્ક્રુ મેમ્બર્સ અનવરભાઇ ઉસ્માણભાઇ વાઘાણી, કુમાર શુભમ, ઉદયસિંહ ચૌહાણ જોડાયા હતા.


