લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ જિલ્લા ટ્રાફિક દ્વારા જિલ્લા ભરમાં સોમવારે સ્પેશીયલ ડ્રાઇવ રાખવામાં આવી હતી. જેમાં 154 વાહનોમાં બ્લેક ફિલમ્મ દુર કરવામાં આવી હતી. તેમજ નંબર પ્લેટ વીના વાહન ચલાનાર તેમજ ટ્રાફિકના નિયમોનો ભંગ કરનારા 260 જેટલા લોકો સામે કાર્યવાહી કરીને સ્થળ પરથી રૂપિયા 75,700 દંડ વસુલવામાં આવ્યો હતો.
પોલીસ મહાનિર્દેશક ચીરાગ કોરડીયા અને પોલીસ અધિકક્ષક વિકાસ સુંડાની સુચનાથી પશ્ચિમ કચ્છ જિલ્લામાં બ્લેક ફિલ્મવાળા વાહનો તથા નંબર પ્લેટ વગરના વાહનો વિરૂધ્ધ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ટ્રાફિક પોલીસ દ્વારા બ્લેક ફિલ્મવાળા વાહન ચાલકો સામે 154 એન.સી. કેસ કરવામાં આવ્યા હતા. તથા નંબર પ્લેટ વગરના વાહન વિરૂધ્ધ 96 કેસ તેમજ અન્ય એમ.વી.એક્ટના 164 એન.સી.કેસ કરીને સ્થળ પર રૂપિયા 75,700નો દંડ વસુલવામાં આવ્યો હતો. આ મુજબની જિલ્લામાં સતત કાર્યવાહી ચાલુ રહેશે તેવું જિલ્લા ટ્રાફિક સબ ઇન્સ્પેકટર જે.ડી.સરવૈયાએ જણાવ્યું હતું.

