લોકભાષા-ગાંધીધામ :
ભચાઉમાંથી ગેરકાયદેસ૨ દેશી હાથ બનાવટના તમંચા સાથે એક આરોપીને લોકલ ક્રાઇમ બ્રાંચે ઝડપી પાડ્યો હતો. એલ.સી.બી. ટીમ ભચાઉ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દ૨મ્યાન બાતમી હકીકત મળેલ કે સાજીદ ઉમર ભટ્ટી પાસે ગેરકાયદેસર દેશી બનાવટના તમંચા જેવુ હથિયાર છે. જે હથિયાર લઈને માનસરોવર તરફથી જુના બસ સ્ટેશન તરફ પગે ચાલીને આવી રહેલ છે. જેથી એલ.સી.બી ની ટીમ દ્વારા જરૂરી વર્ક આઉટ કરી આ જગ્યાએ જઈ તપાસ કરતા આરોપી પાસેથી દેશી બનાવટનો સિંગલ બેરલ વાળો તમંચો મળી આવતા આરોપી સાજીદ ઉમર ભટ્ટીને ઝડપી પાડ્યો હતો જ્યારે અન્ય આરોપી સરદારનુ નામ બહાર આવતા બને વિરૂદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

