લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ પોલીસે પેટ્રોલીંગ દરમિયાન મળેલી બાતમીના આધારે રેઈડ કરી ચાર આરોપીઓને જુગાર રમતા ઝડપી પાડ્યા હતા.
ભચાઉ પોલીસ સ્ટેશન સર્વેલન્સ સ્ટાફના માણસો ભચાઉ પોલીસ સ્ટેશન ટાઉન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ઈમરાન હાજી રાયમા ૨હે. ટાટાનગ૨ ભચાઉ વાળાના મકાનની આગળ ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે રૂપિયાની હારજીતનો તીનપતીનો જુગાર રમતા હોવાની બાતમી મળી હતી જેના આધારે રેઇડ કરી આરોપીઓને ઝડપી પાડયા હતા.
આ રેડ દરમિયાન આરોપીઓ હરેશભાઈ અરજણભાઈ સુથાર કોલી ઉ.વ.૩૮ રહે.ભવાનીપુર ભચાઉ, ઈમરાન હાજી રાયમા ઉ.વ.૩૨ રહે.ટાટાનગર ભચાઉ, ધર્મેદ્રભાઈ દીનેશભાઈ ઠક્કર ઉ.વ.૩૨૨ ૨હે.ટાટા નગ૨ ભચાઉ અને ૨મેશભાઈ બેચરાભાઈ સાગઠીયા ઉ.વ.૫૦ ૨હે. ટાટાનગર ભચાઉને રોકડા રૂપીયા ૧૫૫૦૦ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.


