લોકભાષા-ભચાઉ :
ભચાઉ પોલીસે બાતમીના આધારે પાંચ ચોરાઉ બાઈક સાથે કાયદાના સંઘર્ષમાં આવેલા એક બાળક સહિત ત્રણને ઝડપી પાડ્યા હતા.
ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સપેક્ટર એસ. ડી. સિસોદિયાની સુચના અન્વયે સર્વેલન્સ સ્ટાફની ટીમ પેટ્રોલીંગમાં હતી દરમ્યાન ખાનગી રાહે બાતમી મળી કે કરીમશા મોહમદશા શેખ તથા વિભા દેવરાજ રબારી તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોર ત્રણેય સાથે મળીને પોતાના રહેણાંક મકાન સામે આવેલ ખુલ્લા વાડામાં અમુક મોટર સાઈકલો ચોરી અથવા છળકપટથી મેળવી છુપાવી રાખેલ છે.
ભચાઉ સર્વલન્સની ટીમે બાતમીના આધારે તપાસ કરતા પાંચ મોટરસાયકલ મળી આવતા આરોપીઓ કરીમશા મોહમદશા શેખ ઉ.વ.૨૨ રહે. જી.ઈ.બી સર્કલ પાછળ ભચાઉ કચ્છ, વિભા દેવરાજ રબારી ઉ.વ.૧૮ ૨હે જી.ઈ.બી સર્કલ પાછળ ભચાઉ અને કાયદાના સંઘર્ષમાં આવેલ બાળકિશોરને ઝડપી લઈ તેમના કબજામાંથી એક રેડ બ્લેક પટાવાળુ સ્પેલન્ડર કિંમત રૂપિયા ૪૦હજાર, એક સિલ્વર કલરનું સ્પેલન્ડર કિંમત રૂપિયા ૨૫હજાર,રએક કાળા કલરનું સ્પેલન્ડર કિંમત રૂપિયા ૨૫ હજાર, એક કાળા કલરનું એચ.એફ ડીલક્ષ મોટરસાયકલ કિંમત રૂપિયા ૪૦હજાર એક કાળા કલરનું સ્પેલન્ડર કિંમત રૂપિયા ૨૫હજાર તથા મોબાઇલ નંગ ૩ કિંમત રૂપિયા ૩૦હજાર મળી કુલ રૂપિયા ૧૮૫૦૦૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


