લોકભાષા-ગાંધીધામ :
ભચાઉ પોલીસે મળેલી બાતમીના આધારે ૪.૩૯ લાખનો દારૂ ઝડપી લીધો હતો જો કે આરોપી નાસી છુટયો હતો. રેડ દરમિયાન વાહનો સાથે ૧૯.૮૯ લાખનો મુદ્દામાલ કબ્જે કરી આરોપીને ઝડપી લેવા કાર્યવાહી હાથ ધરી હતી.
ભચાઉ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા દરમ્યાન પોલીસ ઇન્સપેકટર એસ.ડી.સિસોદીયાને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે મહેશ દેવાભાઈ ભરવાડ રહે. યશોદાધામ નાની ચિરઈ તા. ભચાઉ વાળાએ યશોદાધામ ગામની પાછળ સીમમાં આવેલ બાવળોની ઝાડીમાં વાહનોમાં ભા૨તીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો મંગાવી વેચાણ અર્થે સંતાડી રાખેલ છે. અને હાલે સ્થળ ઉપર હાજર રહી ઈંગ્લીશદારૂ સગેવગે ક૨વાની પેરવીમાં છે. જે બાતમી આધારે બાતમી વાળી જગ્યાએ જઈ તપાસ કરતાં વાહનોમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવતાં પ્રોહીબીશન ધારા તળે ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી
જો કે રેડ દરમિયાન આરોપી મહેશ દેવાભાઈ ભરવાડ રહે.યશોદાધામ નાની ચિરઈ તા.ભચાઉ નાસી ગયો હતો પોલીસે અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની ૭૫૦ એમ.એલ ની બોટલો નંગ – ૭૦૮ કિંમત રૂપિયા ૪૩૬૧૮૮, એક સફેદ કલરનુ અશોક લેલેન્ડ કંપનીનુ પીકઅપ ડાલુ જેના રજી.નં.જી.જે.૧૨ બી.ડબલ્યુ ૫૧૧૪ કિંમત રૂપિયા પાંચ લાખ, એક બ્રેજા ગાડી જેના રજી.નં.જી.જે.૧૦ ડી.આર.૩૮૭૧ કિંમત રૂપિયા પાંચ લાખ અને કેટા ગાડી જેના રજી.નંબર જી.જે.૦૧ આર.એલ. ૪૭૦૬ કિંમત રૂપિયા પાચ લાખ, કાળા કલરનુ પલ્સર મો.સા.જેના રજી.નં.જી.જે.૩૯ એ ૬૪૫૩ કિંમત રૂપિયા પચાસ હજાર મળી કુલ ૧૬૮૬૧૮૮નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે


