લોકભાષા-ભુજ :
ભુચાઉ, રાપર અને મોરબી પોલીસ મથકમાં દાખલ થયેલી ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા ત્રણ આરોપીને એલસીબીની ટીમે ભુજથી ઝડપી પાડ્યા હતા.
એલસીબીની ટીમે બાતમીના આધારે ભીડ નાકા બહાર શક્તિ હોટલ પાસેથી નાના દિનારાના મજીદ તૈયબ સમા, મોટા દિનારાના અભુભખર રમઝાન સમા અને મોટા બાંધા ગામના હનીફ ઓસમાણ સમા નામના ત્રણ આરોપીઓને પકડી લીધા હતા. ત્રણેય આરોપીઓ ભચાઉ રાપર અને મોરબી પોલીસ સ્ટેશનમાં ડીઝલ ચોરીના કેસમાં નાસતા ફરતા હતા. આરોપીઓની અટકાયત કરીને આગળની કાર્યવાહી માટે ભુજ બી ડિવિઝન પોલીસે સોંપવામાં આવ્યા હતા.


