લોકભાષા-ભચાઉ :
ભચાઉ ગાંધીધામ હાઇવે પર ટ્રક માં આગ ભભૂકી ઉઠી હતી. ભચાઉના જુનાવાડા બ્રીજ પર ટ્રકમાં આગ ભભૂકી ઉઠતા થોડો સમય અફડાતફડી જેવો માહોલ સર્જાયો હતો
ભચાઉ નજીકના જુનાવાડા ઓવરબ્રિજ ઉપર એકાએક ટ્રકમાં આગ લાગતાં હાઇવે ઉપર ટ્રાફિક જામ સર્જાયો હતો.
હાઈવે ઉપર ટ્રકમાં આગ લાગતા ભચાઉ નપા ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી અને ભચાઉ ફાયર બ્રિગેડના જવાનોએ આગની કાબુમાં લેવા માટે કાર્યવાહી હાથ ધરી હતી.
તસ્વીર : રાજેશભાઈ ગોસ્વામી


