લોકભાષા-ભુજ :
ભીરંડીયારામાં અદાણી કંપનનીના ઇલેકટ્રીક થાંભલા પર 16 વર્ષના સગીરએ કોઇ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ આપઘાત આપઘાત કરી લીધો હતો.
બીજીતરફ નખત્રાણાના નવા રસલીયા ગામની વાડીમાં વીજ કરંટ લાગવાથી પરિણિતાનું મોત નીપજ્યું હતું. ખાવડા પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ મુળ મોટા બાંધા ગામના અને હાલ ભીરંડીયારા નજીક ભેંસના વાડા પાસે રહેતા જાફર ભચલ હિંગોરજા (ઉ.વ.16) નામના કિશોરે શુક્રવાર રાત્રીના એક વાગ્યાના અરસામાં કોઇ અગમ્ય કારણોસર ભેંસના વાડાથી થોડે દુર અદાણી કંપનીની લાઇટના ઇલેકટ્રીક થાંભલા પર ગળે ફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. ખાવડા પોલીસે બનાવની નોંધ લઇ આપઘાત પાછળના કારણો જાણવા આગળની તપાસ કરી છે. નખત્રાણાના નવા રસલીયામાં કિરણભાઇ કિશોરભાઇ બવાણીની વાડી પર કામ કરતા હાજરાબાઇ અબ્દુલ કંભાર (ઉ.વ.45) રહે નવા રસીલીયા નાના મહિલા શનિવારે બપોરે વાડી પર થ્રેસર વળે મગફળીનું કામ કરતા હતા. ત્યારે થ્રેસર મશીન ઉપરથી પસાર થતી ઇલેકટ્રી લાઇનના સંપર્કમાં આવી જતાં હાજરાબાઇને વીજ કરંટ લાગ્યો હતો. જેમને હોસ્પિટલમાં ખસેડાતાં જ્યાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યા હતા.
| ReplyForwardAdd reaction |


