લોકભાષા-ભુજ :
વડાપ્રધાન દ્વારા ભુજ અમદાવાદ મેટ્રોનો પ્રારંભ કરાવ્યો હતો આ અંતર્ગત ભુજ અને ગાંધીધામ ખાતે રેલ્વે વિભાગ દ્વારા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વર્ચુઅલ માધ્યમથી અત્યાધુનિક સુવિધાથી યુક્ત સ્વદેશી તકનીક થી નિર્મિત દેશની પ્રથમ નમો ભારત રેપીડ ટ્રેનનો ભુજ-અમદાવાદ શુભારંભ કરાવવામાં આવ્યો હતો
આજે ટ્રેનના પ્રારંભમાં સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા.આજે પ્રથમ દિવસે મોટી સંખ્યામાં લોકોએ ટ્રેનમાં સફર કરી હતી.

ગાંધીધામ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં ધારાસભ્ય માલતીબેન મહેશ્વરી, ડો. નિમાબેન આચાર્ય, નગરપાલિકાના પ્રમુખ તેજશભાઈ શેઠ, ધવલભાઈ આચાર્ય, મધુકાંતભાઈ શાહ, મોમાયાભા ગઢવી, પંકજભાઈ ઠક્કર સહીતના આગેવાનો નગરપાલિકાના સદસ્યો, ભાજના આગેવાનો કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
આ ટ્રેનમાં ઓટોમેટીક સ્લાઈડ ડોર, મોડ્યુલર ઈન્ટીરીયર, સીસીટીવી, ફોન ચાર્જીંગ ફેસીલીટી, વેકયુમ ઈવેક્યુએશન ફેસીલીટી સાથે ટોઈલેટ, ડ્રાઈવરની એસી કેબીન, ઉર્જા કાર્યક્ષમતા માટે રીજનરેટિવ બ્રેકીંગ સીસ્ટમ, મુસાફરોની સલામતી અને મોનીટરીંગ માટે સીસીટીવી, સતત એલઈડી લાઈટીંગ વ્યવસ્થા ફાયર ડિટેક્શન સિસ્ટમ, અગ્નિશામક એરોસોલ આધારિત પ્રણાલી અને અન્ય અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે.

ભુજ-અમદાવાદ ટ્રેન સેવા ભુજથી 16.05 કલાકે ઉપડી હતી અને 22.15 કલાકે અમદાવાદ પહોંચી હતી રૂટમાં આ ટ્રેન અંજાર, ગાંધીધામ, ભચાઉ, સામખિયાળી, હળવદ, ધ્રાંગધ્રા, વિરમગામ, ચાંદલોડિયા અને સાબરમતી સ્ટેશનો પર ઉભી રહી હતી. પ્રથમ દિવસે પ્રવાસીઓને નિઃશુલ્ક મુસાફરી કરાવવામાં આવી હતી.


