લોકભાષા-ભુજ :
ભુજના છતરડી વાળા તળાવમાં ડૂબી જવાથી માનસિક અસ્થિર યુવતીનું મોત નીપજ્યું હતુ. જ્યારે અબડાસાના ગુડથર ગામે ઝેરી દવા પી લેનાર આધેડે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ભુજના ખેંગારપાર્કના વોકિંગ જોન પાસેના છતરડીના તળાવમાંથી શુક્રવારે પોણા આઠ વાગ્યે એ યુવતીની તરતી લાશ જોવા મળી હતી. બનાવની જાણ પોલીસ અને ફાયર ટીમને થતાં મૃતદેહને બહાર કાઢી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન મુળ ભુજ તાલુકાના બળદિયા ગામના અને હાલ ભુજના ચાકીવાડી ખાતે રહેતા ખેરૂનીશાબેન મામદભાઇ ચાકી (ઉ.વ.24) હોવાનું સામે આવ્યું હતું. મૃતક પિતાએ પોલીસને જણાવ્યું હતું. કરણજનાર તેમની દિકરી અપરણીત છે. તેણી ત્રણ વર્ષની થઇ ત્યારે તે માનસિક અસ્થિર હોવાનું જણાતાં દસ વર્ષ સુધી તેની સારવાર કરાવી હતી. બાદમાં ઘરે રહેતી હતી. ગુરૂવારે સાંજે છ વાગ્યાના અરસામાં ઘરમાં કોઇ ને જાણ કર્યા વગર નીકળી ગઇ હતી. તેની શોધખોળ કર્યા બાદ સવારે તળાવમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ એ ડિવિઝન પોલીસ મથકના સબ ઇન્સ્પેકટર ડી.ઝેડ.રાઠવાએ હાથ ધરી છે. તો, બીજી તરફ અબડાસા તાલુકાના ગુડથર ગામે બસ સ્ટેશન પર ગુરૂવારે રાત્રીના આઠ વાગ્યાના અરસામાં 45 વર્ષીય નટુભા વેલુભા જાડેજાએ કોઇ અગમ્ય કારણોસર ઝેરી દવા પી લીધી હતી. જેમને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવાતાં તબીબે રાત્રીના સાડા અગ્યાર વાગ્યે મૃત જાહેર કર્યા હતા. નલિયા પોલીસ મથકના ઇન્સ્પેકટર ચેતક બારોટે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.


