લોકભાષા-ભુજ :
તાલુકાના ગજોડ નજીક યુવાનના મોત પ્રકરણમાં આજે બીજા દિવસે રહસ્યના આટાપાટા સર્જાયા છે. પોલીસ હત્યા કે આત્મહત્યા તે ચિત્ર સ્પષ્ટ કરી શકી નથી. પોલીસ વિવિધ પાસા તપાસી રહી છે.
મંગળવારે સવારે ૭.૪૫ કલાકે ગજોડ ડેમ નજીકના માર્ગપુર ભુજના અંશુલ ધીરજલાલ ગોહીલ (ઉ.વ.૩૧)નો મૃતદેહલોહીલુહાણ અવસ્થામાં મળી આવ્યો હતો. આબનાવમાં પ્રાગપર પોલીસે હતભાગીના મૃતદેહને પોસ્ટમોર્ટ માટે મુન્દ્રાના સરકારી દવાખાનામાં લઈ ગયા હતા. પીઆઈ ડી.ડી. સીમ્પીના જણાવ્યા પ્રમાણે હતભાગી યુવક સાથે જેબનાવ બન્યો છે તે રાત્રે ૧૧ વાગ્યા પછી બન્યોહોઈ શકેછે. તેમજ તેના છાતીના ઉપરના ભાગે અને હાથના કાંડામાં હથિયારના ઘા જોવા મળેછે. હાલ તબક્કે પી.એમ.રિપોર્ટઆવતીકાલે આવશે તેમજ આ કેસમાં સીસીટીવી ફુટેજચકાસવામાં આવી રહ્યા છે જેમાં તે હાલ એકલો જતો જોવા મળે છે.
હતભાગી યુવકે સોશ્યલ મિડીયાના પેજમાં જે નામોનો ઉલ્લેખ કર્યો છે તે મુદ્દે વિવિધ પાસા તપાસવામાં આવશે. પ્રથમ તબક્કે જે વિડીયોમાં બોલી રહ્યો છે તે વિડીયો ક્યારે બન્યો, ક્યા બનાવ્યો તેની જાણકારી મેળવવામાં આવશે. સાથેસાથે હતભાગીનાપિતાના કહેવા મુજબ યુવકની માનસિકદવા ચાલતી હતી જેક્યા તબીબ પાસે ચાલતી હતી તેનો પણ રિપોર્ટમેળવવામાં આવશે. હાલ સમગ્ર બનાવમાં પોલીસને હજુ કોઈ ચોક્કસ સફળતા મળી નથી.
હતભાગી યુવકે સોશ્યલ મીડીયા મારફતે ૫૫ પાનામાં ઉલ્લેખ કર્યો છે તેમાં તેને પિતા ત્રાસ ગુજારતા હતા, તેનો એક એક ઉલ્લેખ કર્યો છ. વર્ષોથી પારિવારીક ઝઘડાઓ થતા રહેતા જેમાં તેને સતત તરછોડવામાં આવતો, તેણે પિતા પર હાથ ઉપાડતા હોવાથી તેના સંબંધીઓ અને મિત્રો પણ દુર રહેતા હતા તેની સ્કૂલની જંદગી ખૂબ જસફળ હતી તેમ પણ ઉલ્લેખ કર્યો છે. હાલ એકવાત એ પણ ફલ્લીત થાય છે કે, માનસીકબિમાર વ્યક્તિ હોય તો તે કઈ રીતે એક એકદિવસનો ઉલ્લેખ કરી શકે તેણે તારીખ સહિતનો ઉલ્લેખ કર્યો છે ત્યારે યુવકની હકીકત અનેક સવાલો ઉભા કરે છે. હાલ આ કેસમાં પોલીસ દ્વારા યુવકના સંબંધીઓ અને મિત્રોના પણ નિવેદનો લેશે.

