લોકભાષા-ભુજ :
ભુજની કે.કે. પટેલ હોસ્પિટલમાં દર્દી સાથે છેતરપિંડી થયા હોવાનો ભુજ પટેલ ચોવીસીનો લેટર સોશિયલ મીડિયામાં વાયરલ થવા પામ્યો હતો
ભુજની કે.કે પટેલ હોસ્પિટલમાં એન્જિયોગ્રાફી રિપોર્ટમાં મોટો તફાવત 50% અને 90% બ્લોકેજ વચ્ચે ગોટાળો જોવા મળ્યો હતો ગરીબ પરીવાર પર 85,000 રૂપિયાના રિપોર્ટ માટે દબાણ કરવામાં આવ્યું હતું.
કે.કે પટેલ હોસ્પીટલમાં કરસનભાઈ પટેલના બે દિવસમાં કિડની રિપોર્ટમાં મોટો ફેરફાર થયો હતો હોસ્પિટલની કામગીરી પર સવાલ ઉઠ્યા હતા. મેડિકલ માફિયાઓ સામે સમાજમાં રોષ ફેલાયો છે દાતાઓએ અવાજ ઉઠાવવાનો આહ્વાન કર્યું હતુ
સમગ્ર મામલે પટેલ ચોવીસીમાં ચકચાર મચી જવા પામી છે કચ્છી લેવા પટેલ ચોવીસી સેવા ટ્રસ્ટ દ્વારા અને સમાજના આગેવાનોએ તપાસની માંગ ઉઠાવી છે કે.કે પટેલ હોસ્પિટલના ટ્રસ્ટીઓ પર ખાનગી હોસ્પિટલ સાથે ગઠબંધન કર્યાના આરોપો મુકવામાં આવ્યા છે.
આ બનાવમાં તપાસની માંગ કરવામાં આવી છે.


