લોકભાષા-ભુજ :
શહેર ખાતેની અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલમાં બાળ વિભાગના વોર્ડમાં શોર્ટ સર્કિટ થતા સામાન્ય આગ લાગી હતી
આ અંગે સામે આવેલી વિગતો મુજબ ભુજ સ્થિત અદાણી સંચાલિત જીકે જનરલ સરકારી હોસ્પિટલમાં આજે સોમવાર સવારે સંકુલના પહેલા માળે આવેલા બાળકોના એનાઇસીયું વિભાગમાં હાઈ વોલ્ટેજના કારણે શોર્ટ સર્કિટ થઈ હતી. શોર્ટ સર્કિટના કારણે વોર્ડમાં આગ લાગવાની ખબર ફેલાઈ જતા પરિજનો વોર્ડ બહાર દોડી આવ્યા હતા જોકે માત્ર આગનું છમકલું થયું હોવાનું બહાર આવતા રાહત ફેલાઈ હતી. જોકે સ્વજનોએ ઘટના બાદ હોસ્પિટલ પ્રસાસન સામે રોષ વ્યકત કર્યો હતો. સદભાગ્યે જાનમાલની નુકશાની ટળી હતી.