લોકભાષા-ભુજ :
ભુજની બજારમાં હાથી દાંતની બંગડીઓનુ વેચાણ થતુ હોવાનો પર્દાફાશ થયો છે. પશ્ચિમ કચ્છ એલસીબીએ બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરી હતી જેમા શંકાસ્પદ બંગડીઓ મળી આવતા એફએસએલની મદદ લેવામાં આવી હતી જેના રિપોર્ટમાં હાથી દાંતનો ઉપયોગ થયુ હોવાનું બહાર આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ અંગે મળતી વિગતો મુજબ ભુજ શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યું છે. આ બનાવમાં ચાર ઇસમોના નામ ખુલવા પામ્યા છે
આ અંગે પોલીસે આપેલી વિગતો મુજબ મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટિમ સ્થળ પર જઈને તપાસ હાથ ધરી હતી. દુકાનદાર આસીમ અહમદ મણીયાર હાજર હતો અને તપાસ દરમિયાન ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઈઝની હાથીદાંતની બંગડી નંગ 10 મળી આવી હતી.
પશ્ચિમ કચ્છ એલસીબી દ્વારા હાથ ધરવામાં આવેલી આ કાર્યવાહીમા શંકાસ્પદ દશ બંગડીઓ મળી આવતા તેમા વપરાયેલા મટીરીયલ્સ અંગે એફએસએલની મદદ લેવામાં આવી હતી જેના રિપોર્ટમા આ બંગડીઓમા હાથી દાંતનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનું બહાર આવ્યું હતુ. જેથી પશ્ચિમ કચ્છ એલસીબીએ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આસીમ અહમદ મણીયાર, અહમદ સુલેમાન મણીયાર, અલ્તાફ અહમદ મણીયાર, અઝરૂદીન નિઝામૂદીન મણીયાર સામે પોલીસ ફરીયાદ નોંધાઇ છે. સ્થળ પર પશુ ચિકિત્સક ડો. દીક્ષિત પરમારને બોલાવાયા હતા અને સેમ્પલો લેવાયા હતા.10 પૈકી 7 બંગડી હાથીદાંતની હતી. વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી હતી.