લોકભાષા-ભુજ :
ભુજ રહેતા મહિલાને અજાણ્યા નંબરધારકે મોબાઇલમાં લીંક મોકલાવીને બેન્કની વિગતો ભરાવ્યા બાદ ખાતામાંથી રૂપિયા 98,999 જેટલી રકમ ઉપાડી લઇને ઠગાઇ કરી હતી. ભોગબનારે સાયબર ક્રાઇમ સેલનો સંપર્ક કરતાં પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને મહિલાની ગયેલી પૂરેપૂરી રકમ બેન્કના ખાતામાં પરત અપાવી દીધી હતી.
ભુજ રહેતા રૂચીતાબેનને તેમના મોબાઇલ ફોનમાં એક અજાણ્યા નંબરથી લીંક આવી હતી. જે લીંક મહિલાએ ઓપન કરી હતી. જેમાં માહિતી ભરવાની હોઇ મહિલાએ એ માહિતી ભરી દીધી હતી. અને થોળી વારમાં જ મહિલાના બેન્ક એકાઉન્ટમાંથી 98,999 રૂપિયા ઉપડી ગયા હતા. જેથી મહિલાને પોતાની સાથે ફ્રોડ થયાનું જણાતાં સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ને ફરિયાદ અરજી આપી હતી. જેના પરથી સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ની ટીમે તુરંત કાર્યવાહી કરીને મહિલાને તેની ગયેલી રકમ 98,999 પરત તેમના બેન્ક એકાઉન્ટમાં અપાવી દઇને સરાહનીય કામગીરી કરી હતી. આ કાર્યવાહીમાં સાયબર ક્રાઇમ સેલ (એલસીબી)ના અધિકારી એસ.એન.ચુડાસમાના માર્ગ દર્શન હેડળ કોન્સ્ટેબલ કલ્પેશભાઇ ચૌધરી અને પરબતભાઇ ચૌધરીએ કાર્યવાહી કરી હતી.