લોકભાષા-ભુજ :
શહેરની રાતી તલાવડીમાં મગરના ભયથી રહેવાસીઓની ઉંઘ હરામ થઈ જવા પામી છે. લોકો ડરથી ઘર બહાર નિકળતા પણ ડર અનુભવી રહ્યા છે. તંત્ર મગરને અન્ય સ્થળે ખસેડવા કામગીરી કરે તેવી માંગ કરવામાં આવી છે.
સ્થાનિક લોકોના જણાવ્યા પ્રમાણે રાતી તલાવડી વિસ્તારમાં ૧૫૦૦ મકાનો આવેલાછે જ્યાં છેલ્લા કેટલાકદિવસોથી ગટરની તલાવડીમાં પાંચથી ૬ ફુટના બે મગરો જોવા મળ્યાછે. આ મગર સવાર સાંજ કિનારાની આસપાસ જોવા મળે છે. આજે સવારે દેખાદેતા સ્થાનિકોએ વન વિભાગને જાણ કરી હતી ટુકડી સ્થળ પર પહોંચી હતી.
એક કલા કસુધી સતત મગરને પકડવા માટે કામગીરી કરી હતી પણ મગર ૮થી છ ફુટ ગટરના પાણીમાં ચાલી ગયું હતું.
લોકોના કહેવા મુજબ થોડા દિવસ અગાઉજય પ્રકાશનગરમાં મગર ઘરના આંગણામાં આવેલ બાથરૂમમાં ઘુસી ગયો હતો. મગરના ડરથી વાલીઓ બાળકોને શાળાએ કઈ રીતે એકલા મૂકવા તે પ્રશ્ન કરી રહ્યા છે.


