લોકભાષા-ભુજ :
પશ્ચિમ કચ્છ ક્રાઈમ બ્રાંચ દ્વારા વાહન ચોરીમા સંડોવાયેલા એક શખ્સને ચોરાઉ એકટીવા સાથે ઝડપી લીધો હતો હ
ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરનારા આરોપીને એલસીબીની ટીમે બાતમી પરથી ચોરાઉ વાહન સાથે ઝડપી પાડી ભુજ એ ડિવિઝન પોલીસના ચોરીના કેસનો ભેદ ઉકેલી લીધો હતો.
એલસીબીની ટીમે બાતમી પરથી નંબર પ્લેટ વીનાની એક્ટિવા સાથે ભુજના સુરલભીટ રોડ પર સંત રોહિતદાસનગરમાં રહેતા ધનજી રમેશભાઇ મહેશ્વરી નામના યુવકને ઝડપી પાડી પુછતરછ કરતાં તેણે પંદર દિવસ પહેલા ભુજના ઢેબા ફળિયામાંથી એક્ટિવાની ચોરી કરી હોવાની કબુલાત આપતાં આરોપીને વાહન સાથે એ ડિવિઝન પોલીસને હવાલે કર્યો હતો.


