લોકભાષા-ભુજ :
ભુજ મધ્યે આવેલ અર્બન હેલ્થ સેન્ટર અને ફિમેલ હેલ્થ વર્કરો દ્વારા ગેરરીતીઓ આચરવામાં આવતી હોવાની રજુઆત કોંગ્રેસ દ્વારા જિલ્લા વિકાસ અધિકારી ભુજને કરવામાં આવી છે.
આ અંગે આવેદનપત્ર પાઠવી રજુઆત કરી છે કે ભુજ અર્બન-૨, માં ફિમેલ હેલ્થ વર્કર સર્ગભાને મળતા રૂપીયાની યોજનામાં કેટલાય ખોટા નામ ચડાવીને રૂપીયાની ઉપજ કરે છે જયારે એક ફિમેલ હેલ્થ વર્કર ધ્વારા પોતાના નામે ખોટી પ્રેગનેશી બતાવીને સરકાર ધ્વારા મળતા રૂા. ૧૨,૦૦૦ની નમોશ્રી યોજનાના રૂપીયા પણ બે વખત ઉચાપત કરેલ છે તેમજ આશાવર્કરો ધ્વારા પી.એમ.વાય.અને નમોશ્રીની યોજનામાં ખોટા ફોર્મ ભરેલ છે જયારે એ ખોટા નામો વિસ્તારના નહી પણ કચ્છ બહારના લોકોના નામ બતાવી રૂપીયાની ઉચાપત કરેલ હોય તેવુ સ્પષ્ટ દેખાય છે તેમજ ઘણી સરકારી દવાઓ જેમ કે રોટા વાઈરસ, પેટા-૧, ૨, ૩, ઓરી, બુસ્ટર અને બીસીજી તેમજ અન્ય દવાઓ પણ પ્રાઈવેટ મેડીકલ સ્ટોરમાં વેચાણ થાય છે રોટા વાઈરસ રૂા. ૬૦૦૦માં મેડીકલ સ્ટોરમાં વેચાણ થાય છે. જયારે અર્બન હેલ્થ સેન્ટરમાં દવાઓ મળતી નથી અને તે દવાઓ બહા૨ મેડીકલ સ્ટો૨માં વેચાણ કરવામાં આવે છે. આશાવર્કરો ધ્વારા વાઉચરોમાં ખોટા વાઉચરો બનાવીને મોટી રકમની ઉચાપત થાય છે અને ખોટી હાજરીઓ પુરીને પણ રકમની ઉચાપત થાય છે પ્રગ્નેટ મહિલાઓની ટેકો આઈ.ડી.માં ખોટી રીતે એન્ટ્રી કરીને રકમની ઉચાપત થાય છે સર્ગભા મહિલાઓને મળતી સહાય રૂા.૧૨,૦૦૦ અને રૂા.૬૦૦૦ જેની ખોટા નામ લખી મોટી ઉચાપત કરેલ છે સરકાર ઘ્વારા બનાવેલ હેલ્થ સેન્ટરમાં ખોટા બીલો રજુ કરી મોટી ઉચાપત થાય છે આવા અનેક ભ્રષ્ટાચારો હેલ્થ આરોગ્યો સેન્ટરોમાં થાય છે તેવા આક્ષેપો કર્યા હતા.
આ અર્બન સેન્ટરોમાં જે ભ્રષ્ટાચારી ગુન્હેગારો છે તેમને તાત્કાલીક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવે તેમના વિરૂધ્ધ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે, આ અંગે કાર્યવાહી કરવામાં નહી આવે તો ગાંધી ચિધ્યા માર્ગે તેમજ ગાંધી નગર સુધી લડત આપવાની ચીમકી અપાઈ છે.


