લોકભાષા-ભુજ :
ભુજના ધમધમતા છઠ્ઠીબારી વિસ્તારમાં ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાઇસ્કુલ પાસેથી નંબર પ્લેટમાં ચેકચાક સાથેની કારમાં દારૂના નશામાં કનૈયાબેના ત્રણ યુવકને મહિલા સી ટીમે દબોચી લઇ દારૂના ગુનામાં સલાખો પાછળ ધકેલી દીધા હતા.
ભુજ એ ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં પેટ્રોલીંગમાં નીકળેલા મહિલા સી ટીમના એએસઆઇ શીતલબેન પીરાભાઇ નાઇ, રમીલાબેન શાહુ, ગાયત્રીબેન બારોટે મંગળવારે અઢી વાગે ઓલ્ફ્રેડ હાઇસ્કુલ તરફથી આવતી નંબર પ્લેટ પર ચેકચાક સાથેની સ્વીફ્ટ કારને ઇન્દ્રાબાઇ ગર્લ્સ હાસ્કુલ પાસે પકડી પાડી હતી. જેમાં કનૈયાબે ગામે જવાહર નગરમાં રહેતા કાર ચાલક રામ સામજી ગાગલ, સુમાર હાસમ નોડે, સાહિલ ગની બાદા નામના ત્રણ યુવકને નશાની હાલતમાં પકડી પાડ્યા હતા. કારમાં તપાસ કરતાં દારૂની બોટલ મળી આવી હતી. ત્રણેય આરોપીઓને એ ડિવિઝન પોલીસ મથકે લઇ જઇને પ્રોહિબીશનના કેસમાં ફીટ કરીને લોકઅપમાં પુર દઇ આગળની કાર્યવાહી કરી હતી.


