લોકભાષા-ભુજ :
શહેરમાં ગટર સમસ્યાએ વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું છે. રેલવે સ્ટેશન વિસ્તારમાં ગટરની સમસ્યાથી ત્રસ્ત સ્થાનિકોએ આજે નવતર રીતે વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સામાજિક કાર્યકર મહંમદ લાખાની આગેવાની હેઠળ લોકોએ ગટર ઓવરફ્લો થતી જગ્યાઓ પર કાળા વાવટા લગાવી વિરોધ નોંધાવ્યો હતો.
શેખ ફળિયા, બાપા દયાળુ નગર અને વઢીયારાવાસ સહિતના વિસ્તારોમાં ગટરની સમસ્યા ગંભીર બની છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, નગરપાલિકાના મુખ્ય અધિકારીની બદલી બાદ વિસ્તારમાં સફાઈ કામગીરી સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. દૂષિત પાણીના કારણે રાહદારીઓ અકસ્માતનો ભોગ બને છે અને બીમારીઓ પણ ફેલાઈ રહી છે.
મહંમદ લાખાએ જણાવ્યું કે, અનેક રજૂઆતો છતાં તંત્ર દ્વારા કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.
અધિકારીઓ, કર્મચારીઓ અને નગર સેવકો સાથે મળીને કરવામાં આવતા પ્રયાસો માત્ર દેખાડા પૂરતા જ રહ્યા છે.

