લોકભાષા-ભુજ :
કચ્છ જિલ્લામાં આવેલા 2001ના વિનાશક ભૂકંપમાં અનેક ઐતિહાસિક ઈમારતો જમીન દોસ્ત થવા પામી હતી
વાણીયાવાડ વિસ્તારમાં આવેલી નવી શાક માર્કેટ પણ ભૂકંપમાં જમીન દોસ્ત થવા પામી હતી આજે ભૂકંપને 24 વર્ષનો સમયગાળો થવા છતાં પણ હજુ સુધી ભુજની નવી શાક માર્કેટ બની નથી હાલમાં નવી શાક માર્કેટ ન બનવાના કારણે બહાર વાણીયાવાડ વિસ્તારમાં આડેધડ શાકભાજીના ધંધાર્થીઓ વેપાર કરે છે પરિણામે ટ્રાફિક સમસ્યા પણ સર્જાય છે વર્ષોથી સમસ્યાનું નિરાકરણ થતું નથી તે એક હકીકત છે હાલમાં આ નવી શાક માર્કેટ બને તો વાણીયાવાડ વિસ્તારમાં થતી ટ્રાફિક સમસ્યાનો કાયમી ઉકેલ આવે અને લોકો પણ આ સમસ્યામાંથી છુટકારો મેળવી શકે લોકોને જણાવ્યા પ્રમાણે આ સમસ્યાનું તાકીદે નિરાકરણ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.



