લોકભાષા-ભુજ :
ભુજ પ્રસાદી મંદિર શ્રી ઘનશ્યામ મહારાજના 15માં વાર્ષિક પાટોત્સવ નિમિત્તે્ ભુજ મંદિર સંસ્થાપિત રાપર ગુરુકુળ સંચાલિત
શ્રી સ્વામિનારાયણ વૈદિક ગુરુકુલમ એવમ મહર્ષિ સાંદિપની રાષ્ટ્રીય વેદ વિદ્યા પ્રતિષ્ઠા નામ ઉજ્જૈનના સંયુક્ત ઉપક્રમે આયોજિત ત્રિદેવષીય ક્ષેત્રીય વૈદિક સંમેલન ના ત્રીજા દિવસ ના મંગલમય પ્રભાતે સર્વે વૈદિકો એકત્રિત થઈને વેદના ધ્વનિનો ગુંજારવ મંત્રોચ્ચાર થી શરૂઆત થયેલ એ દરમિયાન ભુજ શ્રી સ્વામિનારાયણ મંદિરના પૂજ્ય મહંત સદગુરુ પુરાણી ધર્મનંદન દાસજી સ્વામી પધારતા પ્રસાદી મંદિર ના કોઠારી શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિય દાસજીએ આવકાર ની સાથે વેદ શાળા ના સર્વે વૈદિકો પૂજ્ય સ્વામીજીનું વેદના મંત્રો ઉચ્ચાર સાથે મંગલ અભિવાદન કર્યું હતું
અને વેદની દરેક શાખાઓની કુટીરોમાં જઈને મહંત સ્વામી એ દરેક વૈદિકો ભૂદેવોનું પૂજન કરી
સ્વામીજીની પાવન નિસરામાં સર્વે વૈદિકો એકત્રિત થઈને સામૂહિક રીતે સ્વામીજી ના વૈદિકો
પ્રત્યે ના સરાહનીય ભાવ ને અંતર થી નમન કર્યા હતા. સર્વે વૈદિકો એ અનેક પ્રકારે ખૂબ મહેનત કરીને વેદો ના ૧૦૦ સ્વર ને કંઠસ્થ રાખીને વેદજ્ઞાન ને કાયમી જાગૃત જીવંત અને ગતિમય રાખો તેવા અભિવાદન સાથે રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
સાંદિપની મહર્ષિ વેદ વિદ્યા પ્રતિષ્ઠવના સચિવ શ્રી, સર્વે અધિકારીગણ, સંમેલન ના દાતાશ્રીઓને પણ પુષ્પમાળા પહેરાવી આશીર્વાદ પાઠવ્યા ની સાથે
વેદ મંડપનું દિવ્ય ભવ્ય મહાન આયોજન માટે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી ના સમગ્ર મંડળ અને કાર્યકર્તાઓને આવા લોકપયોગી કાર્ય ની સેવા કરવાથી ઠાકોરજીનો રાજીપો પ્રાપ્ત થાય છે
વ્યક્તિ વિશેષ તરીકે સૌરભ નોટીયાલજી, નડિયાદ બ્રહ્મર્ષિ પાઠશાળા ના આચાર્ય ડૉ કૃષ્ણ પ્રસાદ નીરોલા અને અમૃતલાલજી એ ભોગાયતા વેદ ઉપર પોતાના ચિંતન્ય વિચારો સાથે વક્તવ્ય આપ્યું હતું
સમગ્ર કાર્યક્રમની જવાબદારી સંભાળી રહેલા શાસ્ત્રી સ્વામી અક્ષરપ્રિયદાસજીએ વિશાળ જન સમુદાય અને વિદ્વાનો વૈદિકો અધિકારીઓની ઉપસ્થિતિમાં અંજાર તાલુકાના ચાંદરાણી ગામ મઘ્યે નિર્માણ પામનાર સ્વામિનારાયણ વેદિક ગુરુકુલમ ના તૈલચિત્ર રજૂ કરીને તેની ભવ્યતા અને ભવિષ્યતા અંગે વિગતવાર ખ્યાલ આપ્યો હતો.
સમાપન સત્રમાં રાષ્ટ્રીય સંસ્કૃત વેદ વિદ્યા પ્રતિષ્ઠાના સચિવ વીરુપાક્ષ જડીપાલ અને હૃદયરંજન શર્મા ભુજ મંદિરના ઉપમહંત શ્રી પુરાણી સ્વામી ભગવત જીવનદાસજી, દેશના રક્ષકદળ બીએસએફ બોર્ડર વિંગના કમાન્ડો, ઓફિસરો અને જવાનો ઉપસ્થિત રહ્યા હતા
કચ્છમાં પ્રથમ વખત થતાં આ વૈદિક સંમેલન નિહાળીને
ભુજ મંદિર ઉપ મહંત સ્વામી ભગવદ્જીવનદાસજી
દ્વારા સંસ્થાપિત સ્વામિનારાયણ વેદિક ગુરુકુલમ ના માધ્યમથી એ વેદોની રક્ષા થશે એવા ભાવ સાથે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ પુરાણી બાલકૃષ્ણ દાસજી સ્વામી એ સૌને મહેનત સાથે દિવ્યભાવને જાગૃત રાખ્યો તે બદલ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા.
સંમેલન ના વિરામ સમયે સૈનિકો, સંતો, વેદ રક્ષકોની ઉપસ્થિતિમાં રાષ્ટ્રગાન સાથે આ સનાતની સંમેલન ને વિરામ આપવામાં આવ્યો હતો. આ વિશાળ વૈદિક સંમેલન માં સરકારી, અર્ધ સરકારી વિગેરે વિવિધ વિભાગો, પ્રિન્ટ અને ઈલેક્ટ્રોનિક માંથી અનેક પ્રકાર ની સેવા અને સહયોગ સાથે ઉપયોગી થયા હતા તેમનો અંતહપૂર્વક ડૉ. શાસ્ત્રી સ્વામી લક્ષણપ્રકાશ દાસજી આભાર લાગણી વ્યક્ત કરી હતી. સંમેલન માં સેવાર્થીઓ સન્માનવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન અને સંચાલન સારોલી ગુરુકુળ ના વિદ્વાન બી .વી રામપ્રિય, અજય મહારાજે તેમની ટીમે અનેક વ્યવસ્થા સંભાળી હતી સમગ્ર દૈનિક સંચાલન ડો સ્વામી અક્ષરમુનિદાસજીએ કર્યું હતું