લોકભાષા-ભુજ :
ભુજમાં પણ સંસદમાં ચાલતા આંબેડકર વિવાદ મામલે કોગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા ભુજમાં વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું બેનરો પોસ્ટર અને સૂત્રોચાર સાથે વિરોધ કર્યો હતો
કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન દરમિયાન કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહના રાજીનામાંની માંગ સાથે વિરોધ કર્યો હતો. વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી
કચ્છ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાની આગેવાનીમાં ભુજના જયુબેલી સર્કલ નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમનુ આયોજન કરવામાં આવ્યું હતું રસ્તો રોકવાનો પ્રયત્ન કરનાર કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી વિરોધ પ્રદર્શન દરમિયાન બાબા સાહેબ અમર રહોના નારા લગાવવામાં આવ્યા હતા.


