લોકભાષા-ભુજ :
ભુજમાં પાંચ વર્ષની બાળકી સાથે શારિરીક અડપડા કરીને હવાનીયત ભર્યું કૃત્ય કરનારા 50 વર્ષના નરાધમને ભુજની કોર્ટે સાત વર્ષની સજા સાથે 30 હજારનો દંડ ફટકાર્યો છે.
ગત બનાવ ગત 14 ફેબ્રુઆરી 2023ના રોજ બન્યો હતો. ભુજના શેખ ફળિયામાં રહેતી પાંચ વર્ષની બાળકી બાલ મંદિરેથી ઘર તરફ આવી રહી હતી. ત્યારે મુળ ઉતર પ્રદેશનો હાલ ભુજમાં પાનબીડીની દુકાન ચલાવતા આરોપી હિરાલાલ રામબહાદુર જાદવ (ઉ.વ.50) નામના આરોપીએ બાળકીને ચોકલેટ આપવાની લાલચ આપીને દુકાનની અંદર લઇ ગયો હતો. અને પોતાની હવસ સંતોષવા માસુમ બાળકીના શરિરના ભાગે અડપલાં કર્યા હતા. ઘરે આવેલી દિકરીના કપડા બદલતી વખતે શરીરના અલગ અલગ ભાગે ઉઝરડા જોવા મળ્યા હતા. અને દિકરીને પુછતાં સમગ્ર મામલો સામે આવ્યો હતો. 15 ફેબ્રુઆરીના ભોગબનારના વાલીઓએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે આરોપી હિરાલાલ સામે પોક્સોની કલમ તળે ગુનો નોંધાવ્યો હતો. પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી હતી. આ કેસની ચાર્જસીટ રજુ થતાં ભુજની સ્પેશીયલ પોક્સો કોર્ટેના જજ વી.એ.બુધ્ધ દ્વારા 11 દસ્તાવેજી પુરાવા અને 6 સાક્ષીઓ તપાસ્યા બાદ આરોપીને આઇપીસી કલમ 354 મુજબ પાંચ વર્ષની સખત કેદની સજા દસ હજારનો દંડ અને પીસીએસઓ કલમ 10 મુજબ સાત વર્ષની સખત કેદની સજા અને દસ હજારનો દંડ તેમજ પીસીએસઓ કલમ 12 મુજબ ત્રણ વર્ષની સજા અને દસ હજારનો દંડ ફટકાર્યો હતો. સાથે દંડની રકમ 30 હજારમાંથી 20 હજાર ભોગબનારને વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. આ કેસમાં પ્રોસીક્યુશન તરફે સરકારી વકીલ એચ.બી.જાડેજાએ હાજર રહીને સાક્ષી તપાસીને દલીલો કરી હતી.


