લોકભાષા-ભુજ :
ભુજમાં રીક્ષા પાર્ક કરવા બાબતે મારામારીની ઘટના બનવા પામી હતી. જયારે મુન્દ્રા તાલુકાના શીરાચા ગામે પોલીસ ફરીયાદ અંગેનું મનદુઃખ રાખીને જાનથી મારી નાખવાની ધમકી અપાઈ હતી.
આ અંગે જાણવા મળતી વિગતો મુજબ ભુજના ઈકબાલડાડા મમણએ ભુજ બી ડિવિઝન પોલીસ મથકે નોંધાવેલી ફરીયાદ મુજબ કારીયા સમાએ પેસેન્જર રીક્ષા દૂર પાર્ક કરવા બાબતે બોલાચાલી કરી હતી અને ધકબુશટનો મારમારીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ બનાવમાં કેફ સમાએ ધાતુનો પચ કરીયાદીને માથાના ભાગે મારીને ઇજાઓ પહોંચાડી હતી. તેમજ મુજબ સમાએ મદદગારી કરી હતી. ત્રણ ઈસમો સામે ફરીયાદ નોંધી પોલીસે વધુતપાસ હાથ ધરી છે.
બીજી તરફ મુન્દ્રા પોલીસ મથકે સામજી વાલજીભાઈ ખોખરે રમેશ જખરાભાઈ કુંડેચા (રહે. આદિપુર) વિરૂદ્ધ ફરીયાદ નોંધાવી છે. ફરીયાદીના પિતાજીએ આરોપી અને તેના મિત્ર વિરૂદ્ધ અગાઉ આદિપુર પોલીસ મથકે ફરીયાદ કરી હતી જેનુ મનદુઃખ રાખીને આરોપીઓએ ફરીયાદી અને તેના ભાઈને ફોન કરીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

