લોકભાષા-ગાંધીધામ :
રવિવારે બપોરે એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભુજ અને નખત્રાણા પંથકમાં ધોધમાર કમોસમી વરસાદ તૂટી પડ્યો હતો બપોરે ૪થી ૬ વાગ્યાના અરસામાં ભુજમા બે અને નખત્રાણામા એક ઈંચ વરસાદ વરસ્યો હતો.
બપોર બાદ અમુક વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસવાનો ચાલુ થયો હતો. ભુજ, માંડવી અને અબડાસા પંથકના નખત્રાણા શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ પડ્યો હતો આ વરસાદને કારણે શહેરીના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં જ્યારે ગામડાઓમાં પણ પાણી વહી નીકળ્યા હતા.
હવામાન વિભાગની આગાહી મુજબ કચ્છના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો અને બપોરે ભુજ નખત્રાણા પંથકમાં કમોસમી વરસાદ પડ્યો હતો આગાહી તો નવરાત્રીમા વરસાદ પડવાની થઈ હતી પરંતુ નવરાત્રી પૂર્ણ થતા જ કચ્છમાં વરસાદી માહોલ જામ્યો હતો અને નખત્રાણા ભૂજમાં ધોધમાર કમોસમી વરસાદ પડ્યો હતો.
બપોરે ભુજ શહેરમા અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ વરસ્યો હતો ભુજ શહેરમા બે કલાકમાં બે ઇંચ વરસાદ પડતાં શહેરના અનેક વિસ્તારોની જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી આમ તો છેલ્લા ત્રણેક દિવસથી કચ્છના વિવિધ વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ અને ઝાપટાં પડી રહ્યાં છે.
છેલ્લા ઘણા સમયથી કચ્છમાં રેકોર્ડ બ્રેક ગરમી પડી હતી. દરમિયાન ત્રણ ચાર દિવસથી બદલાયેલા વાતાવરણ વચ્ચે અમુક વિસ્તારોમાં છુટો છવાયો વરસાદ પડી રહ્યો છે પરંતું રવિવારે બપોર બાદ ભુજમા ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો અને બે કલાકમા બે ઈંચ જેટલો વરસાદ વરસતા શહેરના અનેક વિસ્તારો જળબંબાકાર થઈ ગયા હતા જ્યારે અમુક વિસ્તારોના ઘરો અને દુકાનોમા પણ પાણી ભરાયા હતા.