લોકભાષા-ભુજ :
ભુજના એરપોર્ટ રોડ પર આશાપુરાનગરમાં રહેતા 25 વર્ષના યુવાનને આર્થિક અકડામણમાં શુક્રવારે સવારે પોતાના ઘરમાં પંખા પર દોરડું બાંધી આત્મહત્યા કરી લીધી હતી. યુવકના મોતથી પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ હતી.
એ ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ આશાપુરાનગરમાં રહેતા અને જોમેટોમાં ડીલીવરી બોય તરીકે કામ કરતા અપરણીત અમરજીત ઉદયપ્રકાસ ચૌહાણ નામના યુવકની જોમેટોથી નોકરી છુટી જતાં અને તેની આડી બંધ થઇ જવાથી રોજગારીનું ટેનશન વધી જતાં પોતાના ઘરમાં પંખા પર દોરડું બાંધીને આપઘાત કરી લીધો હતો. હતભાગીના તેમના ભાઇ ઇન્દ્રજીત ઉદયપ્રકાસ ચૌહાણ જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ આવતાં હાજર પરના તબીબે મૃત જાહેર કર્યો હતો. એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ એ.પી.વાઘેલાએ બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

