લોકભાષા-ભુજ :
કચ્છના મુખ્ય મથક ભુજ ખાતે છેલ્લા ઘણા સમયથી રીક્ષા તાલુકો મોંઘાભાડા લઈને બેફામ લૂંટ ચલાવી રહ્યા છે ત્યારે આ બાબતે આરટીઓ અને પોલીસ તંત્ર ગંભીર બને તે જરૂરી બની રહે છે
લોકોના જણાવ્યા પ્રમાણે ભુજ શહેરમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા માટે રીક્ષા ચાલકો બેફામભાડા લઈ રહ્યા છે જેને લઈને સ્થાનિક લોકો પરેશાન બન્યા છે એક તરફ ભુજ શહેરમાં સીટી બસની વ્યવસ્થા નથી ત્યાં બીજી તરફ રિક્ષાચાલકો મન માની કરીને બેફામભાડા લઈ રહ્યા છે જે યોગ્ય બાબત ગણી શકાય નહીં
એટલું જ નહીં રીક્ષા ચાલકો ક્યાંય પણ મીટર પણ લગાડતા નથી બેફામ રીતે ભાડા લઈ રહ્યા છે પરિણામે સ્થાનિક શહેરીજનો ભોગ બની રહ્યા છે શહેરમાં સીટી બસની વ્યવસ્થા તાત્કાલિક શરૂ થાય તેવી માંગ કરવામાં આવી છે તેની સાથે સાથે આરટીઓ અને પોલીસ તંત્ર દ્વારા રીક્ષા ચાલકોને નિયમ મુજબ ભાડા લે તે માટેની તાકીદ કરવી જોઈએ જેથી કરીને આ સમસ્યાનો અંત આવે હાલમાં જોવા જઈએ તો પ્રવાસીઓની સિઝન ચાલી રહી છે ત્યારે પ્રવાસીઓ પાસે બેફામ ભાડા લઈ રહ્યા હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠવા પામી રહી છે જે યોગ્ય બાબત ગણી શકાય નહીં
ભુજ શહેરમાં એકથી બીજા સ્થળે જવા માટે રીક્ષા ચાલકો 150 થી 300 રૂપિયા સુધીનું ભાડું લે છે જે નિયમોની વિરુદ્ધમાં જોવા મળે છે ત્યારે આ બાબતે તંત્ર ગંભીરતા દાખવે તે જરૂરી બન્યું છે.