લોકભાષા-ભુજ :
ભુજના સ્વામીનારાયણ નગરથી સુમરા ડેલી તરફ જતા માર્ગ પર શેરીમાં કચરાની ટોપલીમાં ફેંકી દેવાયેલા વિસ્ફોટક દારૂ ગોળાના કારણે માદા સ્વાનનું મોત થયાની ઘટનાની ગંભીરતાને લઇ ભુજ એ ડિવિઝન્ પોલીસે બનાવના મુળ સુધી પહોંચીને આ ઘટનામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
ભુજના રહેણાક વિસ્તારમાં મંગળવારે બપોરે કચરાની ટોપલીમાં ફેંકી દેવાયેલા વિસ્ફોટક મોઢામાં નાખવાથી માદા સ્વાનનું મોત થયા ચકચારી બનાવમાં એ ડિવિઝન પોલીસે કચરાની ટોપલીમાં વિસ્ફોટક પદાર્થ ફેંકી દેનારા સલીમ ઉર્ફે ભોલુ આમદ કુંભાર અને અજીજ હાજી મણીયાર નામના રિક્ષા ચાલકોને પકડી પાડ્યા બાદ પોલીસે સ્થળ પરના સીસીટીવી કેમેરાના આધારે બાઇક જતી ત્રીપુટી પૈકીના એક યુવક દિનેશ ધુલા પટ્ટણી રહે ભારાપરને પકડીને પુછપરછ કરતાં અન્ય ત્રણ યુવકો સંજય મોહન દાતણીયા રહે ભુજ, છગન વીરચંદ પટ્ટણી રહે ભારાપર અને ભુજના અનિલ રતિલાલ દાતણીયાની સંડવણી સામે આવતાં ઝડપી લીધા હતા. આરોપીઓ ખેતરમાં ભૂંડને ભગાડવાના હેતુથી ગંધક સહિતના વિસ્ફોટક પદાર્થના ત્રણ પાઉડરનો નાનો બોમ્બ બનાવી ઉપર ઘઉનો લોટ ચોપડીને લાડુ બનાવતા હોવાની અને આ લાડુ ખાવાથી ભુંડ કે, અન્ય પશુના મોઢામાં ફુટતાં હોઇ તેનો ખેતરમાં ઉપયોગ કરતા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. આરોપીઓ ભારાપરથી ખાવડા તરફ આવેલા ખેતરમાં આ વિસ્ફોટક પદાર્થ લઇ જતા હતા. ત્યારે સુમરા ડેલી નજીકની એક ગલી પાસે દુકાન પાસે ઉભીને બાઇક પર નીકળ્યા હતા. ત્યારે ભૂલથી રસ્તામાં પડી ગયા હોવાનું જણાવ્યું હતું. પોલીસે આરોપીઓ સામે ગુનામાં એક્સપ્લોઝીવ એક્ટની કલમનો ઉમેરો કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.