લોકભાષા-ભુજ :
ભુજ-માધાપર હાઇવે પર આવેલી ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરી રહેલા શ્રમજીવી યુવાનને વીજ કરંટ લાગતાં સારવાર મળે તે પૂર્વે મોત આંબી ગયું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના કેમ્પ એરિયામાં ફાયર સ્ટેશન પાછળ રહેતા વિનોદ લક્ષ્મણભાઇ યાદવ (ઉ.વ.34) નામનો યુવાન શુક્રવારે બપોરે બે વાગ્યાના અરસામાં ગ્રાન્ડ થ્રીડી હોટલમાં વેલ્ડીંગનું કામ કરતો હતો. ત્યારે અચાનક વીજ શોક લાગ્યો હતો. હતભાગી યુવાનને સારવાર માટે જી.કે.જનરલ હોસ્પિટલમાં લઇ જવાયો હતો. જ્યાં હાજર પરના તબીબે અઢી વાગ્યે મૃત જાહેર કર્યો હતો. બી ડિવિઝન પોલીસે બનાવની નોંધ લઇ આગળની તપાસ હાથ ધરી છે.

