લોકભાષા-ભુજ :
શહેરમાં આવેલ ડાડા બજારમાં ચોરી છુપી રીતે હાથીદાંતની બંગડીઓ વેચાણ કરવાનું કારસ્તાન એલ.સી.બી.ની ટીમે ઝડપી પાડ્યું હતુ .આ બનાવમાં વન વિભાગ દ્વારા ચાર ઇસમોને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 3 દિવસના રિમાન્ડ મંજુર થવા પામ્યા છે
જાણવા મળતી વિગતો મુજબ બે દિવસ પૂર્વે મણીયાર બેંગલ્સ નામની દુકાનમાં હાથીદાંતની બંગડીઓ બનાવાય છે તેવી બાતમી મળતા પોલીસ ટિમ સ્થળ પર જઈને આસીમ અહમદ મણીયાર હાજર હતો.
ટેબલના ખાનામાં નાની મોટી જાડી સાઈઝની હાથી દાંતની બંગડી નંગ 10 મળી આવી હતી. ભુજ એ ડિવિઝન પોલીસ મથકે આસીમ અહમદ મણીયાર, અહમદ સુલેમાન મણીયાર, અલ્તાફ અહમદ મણીયાર, અઝરૂદીન નિઝામૂદીન મણીયાર સામે પોલીસ કાર્યવાહી કરવામાં આવી હતી. સ્થળ પર પશુ ચિકિત્સક ડો. દીક્ષિત પરમારને બોલાવાયા હતા અને સેમ્પલો લેવાયા હતા.10 પૈકી 7 બંગડી હાથીદાંતની હતી.વધુ તપાસ ફોરેસ્ટ વિભાગને સોંપવામાં આવી હતી.
ભુજ પશ્ચિમ રેન્જ દ્વારા વન્યપ્રાણી સરક્ષણ અધિનિયમ ૧૯૭૨ અંતર્ગત મણિયાર આસિફ અહેમદ મણિયાર અહેમદ સુલેમાન મણિયાર અઝરૂદ્દીન નિઝામુદ્દીન, મણિયાર અલ્તાફ અહેમદ સામે વન્ય પ્રાણી સરક્ષણ અધિનિયમની કલમ 2,9,39,48(ક ), 49(ખ ), 50,51,52,55 અને 57 મુજબનો ગુનો નોંધી કાયદાકીય કાર્યવાહી હાથ ધરી હતી
ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ પી. એલ. પટેલની કોર્ટમાં રજૂ કરતા સરકારી વકીલ આર આર પ્રજાપતિ દ્વારા વન્ય ગુનાની ગંભીરતા સમજી ધારદાર રજૂઆત સરકાર પક્ષે કરવામાં આવેલ. ગુનેગાર પાસેથી મળી આવેલ હાથી દાંતની બનાવટની બંગડીઓ અન્વયે વધુ કોઈ આરોપીઓ આ ગુનામાં સંડોવાયેલ છે કે કેમ તે બાબતની તપાસ કરવા માટે આરોપીઓની શોધખોળ ચાલી રહી છે.કોર્ટ દ્વારા ગુનાની ગંભીરતા સમજી ગુનાની આગળની વધુ તપાસ માટે તહોમતદારોના દિન -3ના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે