લોકભાષા-ભુજ :
ભુજના દાદુ પીર રોડ પર મમણ ફળિયામાં બી ડિવિઝન પોલીસે બાતમી પરથી મધરાત્રે દરોડો પાડીને રહેણાકના મકાનમાંથી ગૌવંશ વાછરડીના કતલ કરેલા અંગો, 70 કિલો માસ અને કુહાડી, છરી જેવા સધાનો સાથે આરોપીની ધરપકડ કરીને ત્રણ દિવસના રિમાન્ડ માટે કરતાં કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.
પ્રાપ્ત વિગતો મુજબ બી ડિવિઝન પોલીસની ટીમે બાતમી પરથી શુક્રવારે રાત્રીના પોણા વાગ્યે દાદુપીર રોડ પર મમણ ફળિયામાં રહેતા ફારૂક ઓસમાણ મમણના ઘરે દરોડો પાડ્યો હતો. દરોડા દરમિયાન ઘરના ઉપરના માળે જતી સીડી પાસેથી બે કોથડા મળી આવ્યા હતા. જેમાં વાછરડીના શીંગડા, માથુ, પગના ખરીના ટુકડા અને ધડનો ભાગ એમ ગૌવંશના અંગો સાથે 70 કિલો ગૌમાસ મળી આવ્યું હતું. આરોપી ફારૂક મમણની પુછતાછમાં તેણે પોતાના ઘરની પાછળ ગૌવંશનું કતલ કરીને અલગ અલગ કોથડામાં રાખ્યા હોવાનું પોલીસ સમક્ષ કબુલ્યું હતું. પોલીસે સ્થળ પરથી 70 કિલો ગૌમાસ, કતલ કરવાના સાધનો સાથે આરોપીની ધરપકડ કરીને બી ડિવિઝન પોલીસે આરોપીના ત્રણ દિસના રિમાન્ડની માગણી સાથે કોર્ટમાં રજુ કરતાં અદાલતે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા.

