લોકભાષા-ભુજ :
ભુજ-નખત્રાણા હાઈવે રોડનું નવીનીકરણ થયું ત્યારથીજ આ રોડનું કામ વગર પાટે ચાલી રહ્યું છે. ૨૦૧૮ની સાલમાં આ રોડનું ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું અને બે વર્ષે આ કામ પૂર્ણ થયું હતું.વરસતા વરસાદમાં પણ કામ ચાલુ હતું.અને આ હાઈવે રોડનું કામ પુરૂ થયું નહોતું અને ખાડા પુરવાનું કામ શરૂ થયું હતું તે આજ સુધી આ હાઈવેપર ખાડાજ પુરવામાં આવી રહ્યા છે.આ હાઈવે થોડો વરસાદ વરસે કે ના વરસેને ડામર ઉખડતાની સાથે ખાડાઓ થઈ જાય છે.તંત્ર દ્વારા અવારનવાર ખાડા પુરવામાં આવે છે.તેમાં પણ લીપા પોતી કરવામાં આવે છે.
હાલ નખત્રાણા પંથકમાં વરસાદ સચરાચર અને સારો પડવાના કારણે આ ભુજ-નખત્રાણા હાઈવે રોડપર ઠેક-ઠેકાણે કયાંક નાના તો ક્યાંક મોટા ખાડાઓ પડી ગયા છે.અમુક જગ્યાએ રોડપર થીગડા પર થીગડા જોવા મળી રહ્યા છે.અમુક જગ્યાએ ખાડાઓ નાના પણ ઉંડા હોવાના કારણે નાના વાહન ચાલકો આ ખાડાઓમાં પટકાય છે.નાની મોટી ઈજાઓ સાથે ક્યારેક અસ્થિભંગ જેવી ઈજાઓ પણ થતી હોય છે. આ હાઈવે રોડપરથી અધિકારીઓ તેમજ પદાધિકારીઓ અવારનવાર પ્રસાર થતા હોય છે. છતા પણ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ દેખાતું નથી કે કેમ કદાચ દેખાતું હોય તો આંખ આડા કાન કરતા હોય એવું લાગી રહ્યું છે.
આ હાઈવે રોડપર નખત્રાણા અને મોટા અંગીયા નજીક આવેલ ભુખી નદીના પુલ પર જીવલેણ ખાડો થઈ ગયો હતો.આ ખાડો નાનો અને ઉંડો હોવાથી ફોરવહીલ તેમજ ટુ વ્હિલર વાહનો અવારનવાર આ ખાડામાં પટકાતા હોવાથી આ ખાડાની સામેજ આવેલ ભારત પેટ્રોલ પમ્પના માલીક તેમજ ત્યાં કામ કરતા યુવાનો દ્વારા જાત-મહેનત કરી આ ખાડાનું પુરણ કર્યું હતું.જે કામ તંત્રને કરવાનું હતું એ કામ પેટ્રોલ પમ્પ વાળાએ કરી એક માનવતા દાખી આમ રોડપરથી પ્રસાર થતા લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ કર્યું હતું.પમ્પના માલીકે જણાવ્યું હતું કે આ ખાડામાં ટુ વહીલર વાહનો તેમજ ફોર વહીલ વાહનો અવારનવાર પટકાતા હતા.વાહનોને નુકસાન સાથે વાહનચાલકોને આ ખાડો નુકસાન કરતો હતો.અમો લોકોએ ટાઈમ કાઢીને આ ખાડાનું પુરણ કર્યું હતું.
હાલ પડેલા વરસાદ બાદ આ હાઈવે રોડનું ધોવાણ થતા રોડપરનો ડામર નીકળી જતા આ રોડપર જીણી કાકરી(બજરી)ના કારણે મોટા વાહનો દ્વારા આ બજરી ઉડતી હોય છે.જેથી કરીને આ વાહન પાછળ આવતા નાના વાહનોને દેખાતું નથી તેમજ નાની બજરી વાહનચાલકોને લાગવાની સાથે આંખની અંદર ગુસતી હોય છે.આ હાઈવેની હાલત અતિશય ખરાબ થઈ જવાના કારણે નાના મોટા વાહનોને નુકસાન થતું હોય છે.રોડ ખરાબના કારણે સમય વ્યર્થ જતો હોય છે.છતા પણ ટોલનાકા દ્વારા ટોલ ટેક્ષ ઉઘરાવવામાં આવે છે.જેથી કરીને વાહનચાલકોને ડબલ નુકસાન ભોગવવું પડે છે.વાહનચાલકોની હાલ એવી માંગણી છે કે જયાં સુધી રોડનું નવીનીકરણ ના થાય ત્યાં સુધી ટોલટેક્સ ઉઘરાવવાનું બંધ કરવું જોઈએ.તેમજ તાત્કાલિક ધોરણે રોડનું નવીનીકરણ કરવામાં આવે તેવી માંગણી કરી રહ્યા છે.
ભુજ-નખત્રાણા હાઈવેની બિસ્માર હાલત : વાહન ચાલકોએ મોટા અકસ્માતની દહેશત વ્યક્ત કરી
નાના-મોટા ખાડા વાહન ચાલકો માટે યમદૂત સમાન : હાઈવે પર પડેલા ખાડા પુરવામાં તંત્ર લાપરવાહ
Previous Articleગાંધીધામ પોલીસે પોક્સોના આરોપીને ઉતરપ્રદેશથી ઝડપી પાડ્યો
Next Article અંજાર નજીકની ખાનગી કંપનીમાં આગ ભભુકી
Related Posts
Add A Comment