લોકભાષા-ભુજ :
ભુજ નગર સેવા સદનમા 1985થી રોજમદાર તરીકે ભરતી થયેલા કર્મચારીઓ કાયમી થવા માટે જે તે સમયે રાજકોટ લેબરકોટમાં દાદ માગી હતી જેને લઇને રાજકોટ લબર કોર્ટે આ કામદારોને નોકરીના એક વર્ષ પછીથી કાયમી ગણી તેના હક હિસ્સો આપી દેવા જણાવ્યું હતું અને તે વખતે હક હિસ્સા મળ્યા હતા પરંતુ ભુજ નગરપાલિકાએ આ કર્મચારીઓને મહેકમમાં સમાવેશ કર્યો ન હતો જેને લઈને અનેક રજૂઆતો છતાં નગર સેવા સદરને ખાલી પડેલી જગ્યા ઉપર સિનીયોરીટીના ધોરણે આ કર્મચારીઓને મહેકમમાં લીધા ન હતા અને અન્ય કર્મચારીઓને મહેકમમા લઈને અન્યાય કર્યો હતો.
ભુજ નગરપાલિકાએ ૧૩/૨/૧૩ ના એક ઠરાવ કરીને આ અંગેની દરખાસ્ત રાજકોટ નગરપાલિકા નિયામક કચેરી ખાતે મોકલી હતી તેમ છતાં નગરપાલિકા નિયામક કચેરી રાજકોટએ ૨૦૧૮ સુધી તેની મંજૂરી આપી ન હતી. દરમિયાન કર્મચારીઓ હાઇકોર્ટમાં કર્મચારી અગ્રણી દર્શક અંતાણીના નેજા હેઠળ હાઇકોર્ટના ધારાશાસ્ત્રી શિવાંગભાઈ શાહ મારફતે દાદ માંગી હતી દરમિયાન ભુજ નગરપાલિકાના કર્મચારીઓએ સતત રજૂઆતો કરી હોવા છતાં તેમણે ખાસ કોઈ લાભ મળતા ન હતા અને જ્યારે જ્યારે પગાર પંચ મંજુર થાય ત્યારે નિયામક દ્વારા મેહેકમમાં ન હોય તેને આવા લાભો મળી શકે નહીં તેવું પરિપત્રમાં જણાવતા લાભો મળતા ન હતા જેને લઈને છઠ્ઠું પગાર પંચ પણ હજુ મળ્યું નથી.
દરમિયાન હાઇકોર્ટમાં ફરી આ અંગે એવોર્ડ કર્મચારીઓ દ્વારા તારીખ ૨૧/૨/૨૪ના કેસ ચાલતા કર્મચારીઓ વતી યુવા ધારાશાસ્ત્રી શિવાંગભાઈ શાહ હાજર રહી અને ધારદાર રજૂઆતો કરતા રજૂઆતના પગલે જસ્ટિસ વૈભવીબેન નાણાવટીએ એવોડી કર્મચારીઓને ત્રણ અઠવાડિયાની અંદર ભુજ નગરપાલિક કરેલી દરખાસ્ત હાથ ધરવી અને નગરપાલિકાએ મોકલેલી દરખાસ્ત પર ત્રણ અઠવાડિયામાં યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતું અને તેની જાણ આગામી ૧૯/૧૩ ના કોર્ટને કરવા પણ જણાવ્યું હતું.
ધારાશાસ્ત્રી શિવાંગભાઈ શાહ હાજર રહીને કર્મચારીઓ વતીથી જોરદાર રજૂઆતો કરતા કોર્ટે ત્રણ વિકની અંદર નિર્ણય લેવા ભુજ નગરપાલિકા અને પ્રાદેશિક કમિશનરને જણાવ્યું હતું આમ હવે વર્ષોથી નગરપાલિકામાં ફરજ બજાવી અને નિવૃત્ત થયેલા કર્મચારીઓને લાભો મળતા ન હતા જે હજુ પણ મળ્યા નથી પણ આ હુકમથી અનેક જે લાભો એવોડી કર્મચારીને અટક્યા છે તે મળશે તેવું ભુજ નગરપાલિકાને નિવૃત્ત કર્મચારી અને કચ્છ જિલ્લા મજદૂર વિકાસ મંચના પ્રમુખ અને કર્મચારી નેતા દર્શક અંતાણીની એક યાદીમાં જણાવ્યું હતું.

