લોકભાષા-ભુજ :
ભુજ નગર પાલિકામાં લોકો દ્વારા હોબાળો કરવામાં આવ્યો હતો.ભુજમાં ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગર પાલિકામાં હોબાળો કર્યો હતો.અને દરવાજા બંધ કરી મુક્યાં હતા
ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર કરી તોડફોડ કરી હતી.નગર પાલિકાને પણ લોકો દ્વારા બંધ કરવામાં આવી હતી
હોબાળો વધી જતાં કર્મચારીઓ પણ ઓફિસ છોડીને ભાગ્યા હતા.લોકોના કહેવા મુજબ ભુજના વોર્ડ નમ્બર એક સહિત અનેક વિસ્તારોમાં આજે પણ લોકોને ગટર સમસ્યા સતાવી રહી છે લોકોનું રહેવું દુષ્કર બની ગયું છે
અવારનવાર રજુઆત કરવામાં આવે છે પણ કોઈ જ નિરાકરણ આવ્યું નથી લોકો ગટરની દુર્ગંધથી ત્રસ્ત થઈ ગયા છે એટલું જ નહીં કેટલાક લોકોના ઘરમાં ગટરનું ગંદુ પાણી આવે છે રોગચાળો ફેલાવવાની શકયતા જોવા મળે છે.પાલિકા હજુ સુધી ન જાગતાં લોકોએ હલ્લાબોલ કરી હતી.લોકોનો ગુસ્સો સાતમા આસમાને પહોંચ્યો હતો.
વરસાદ પછી સમસ્યા વધુ વિકટ બની છે ગટરો ચોકપ થઈ છે. લોકો સમસ્યાને લઈને અન્ય જગ્યાએ સ્થળાંતર કરી રહ્યા છે.પાલિકા પાસે પૂરતા ગટર સફાઈના વાહનો પણ નથી. ત્યારે લોકો સત્વરે નિકાલ થાય તેવું ઇચ્છિ રહ્યા છે



